BREAKING NEWS

સોનમ વાંગચુકે નજરકેદ કરાયાનો દાવો કર્યો ઘરની બહાર 25 જેટલા સશસ્ત્ર પોલીસ તૈનાત

  • November 13, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર અને વૈજ્ઞાનિક સોનમ વાંગચુકે પોતાને નજરકેદ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગુરુવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને તેમણે જણાવ્યું હતું કે તેમના ઘર અને સંસ્થાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમને બહાર જવાની છૂટ નથી અને કોઈ સત્તાવાર ધરપકડ દશર્વ્યિા વગર નજરકેદ કરવામાં આવ્યા છે.



વાંગચુકે વીડિયોમાં જણાવ્યું હતું કે તેમના ઘર અને સંસ્થાની બહાર આશરે 20થી 25 પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત છે. આસપાસ પોલીસનાં વાહનો અને તંબુ પણ ગોઠવવામાં આવ્યાં છે. દિવસ દરમિયાન ઘરની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ બાજુએ પણ સશસ્ત્ર જવાનો તૈનાત હતા.વાંગચુકના જણાવ્યા મુજબ લદ્દાખમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સમયપત્રક સામે તેમણે અને અન્ય સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. ડિસેમ્બરમાં ભારે ઠંડીને કારણે લદ્દાખના ઘણા લોકો અન્ય વિસ્તારોમાં જતા રહે છે. આવા સમયે ચૂંટણી યોજવાથી મોટી સંખ્યામાં મતદારો મતદાનથી વંચિત રહી શકે છે.



તેમણે લદ્દાખની પર્વતીય વિકાસ પરિષદો પાસે પૂરતી સત્તા ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે બનેલી ઘટનાની તપાસ અંગેનો અહેવાલ જાહેર કરવાની માગણી કરી હતી.
વાંગચુકે દાવો કર્યો હતો કે આ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શનની તૈયારી ચાલી રહી હતી ત્યારે સાદા કપડામાં કેટલાક લોકો પોલીસ અધિકારી સાથે આવ્યા હતા. ત્યારબાદ તેમને તેમની સંસ્થામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી બહાર નીકળવા દેવામાં આવતા નથી.


તેમણે જણાવ્યું હતું કે તેઓ જેલમાં જવા તૈયાર છે, પરંતુ ધરપકડ કયર્િ વગર કોઈ વ્યક્તિની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. આ કાર્યવાહી સામે તેઓ મેજિસ્ટ્રેટથી માંડીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application