BREAKING NEWS

સોનિયા ગાંધીની તબિયત લથડી: શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા

  • January 06, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી સાંજે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂની ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે.


હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલ તેમની તબિયત સ્થિર છે અને તેમને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, આ દાખલાતો રેગ્યુલર ચેકઅપનો એક ભાગ છે અને ચિંતાજનક પરિસ્થિતિ નથી.


દિલ્હીમાં વધી રહેલા હવાપ્રદૂષણને કારણે સોનિયા ગાંધીની ખાંસીની સમસ્યા વધી હતી, જેના નિવારણ માટે તેઓ તપાસ કરાવી રહ્યા છે. અહેવાલ મુજબ, તેઓ લાંબા સમયથી શ્વાસ સંબંધિત તકલીફોથી પીડાઈ રહ્યા છે અને હવાની ગુણવત્તા ખરાબ થતી હોય ત્યારે અવારનવાર ચેકઅપ માટે હોસ્પિટલ આવવું પડે છે.


ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2025માં પોતાનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો. પાર્ટી અને તેમના સમર્થકો તેમની ઝડપથી તંદુરસ્તી સુધરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application