સ્માર્ટ સિટી પ્રોજેકટનો પોર્ટફોલિયો સંભાળતા સિટી એન્જીનિયર વાય.કે.ગૌસ્વામીનું રાજીનામુ મંજુર કર્યા બાદ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ રાજકોટ મહાપાલિકામાં વધુ ત્રણ ઇજનેરોની આંતરિક બદલી અને કામગીરીમાં ફેરફારનો હત્પકમ કર્યેા છે જેમાં ઇસ્ટ ઝોન સિટી એન્જીનિયર પી.ડી.અઢીયાની ત્યાંથી બદલી કરી તેમને સ્માર્ટ સિટી પ્રોજેકટ અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ સહિત પાંચ વિભાગો સોંપવામાં આવ્યા છે, યારે તેમના સ્થાને ઇસ્ટ ઝોન સિટી એન્જીનિયર તરીકે એમ.આર. શ્રીવાસ્તવની નિમણુકં કરાઇ છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનરએ કરેલા હત્પકમ અનુસાર હાલમાં ઇસ્ટ ઝોન સિટી એન્જીનિયર પદે કાર્યરત પી.ડી.અઢીયાને હવેથી (૧) રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર, (૨) અર્બન પ્લાનિંગ સેલ, ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાકિગ મેનેજમેન્ટ વિભાગ તેમજ આવાસ યોજના ટેકિનકલ વિભાગ ખાતે સિટી એન્જીનિયર (૩) રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર (૪) જેએનએનયુઆરએમ, અમૃત અને સ્વર્ણિમ ગ્રાન્ટને લગતી તમામ ટેકિનકલ કામગીરી (૫) આજી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ તેમજ અર્બન ફોરેસ્ટને લગતી તમામ કામગીરી સોંપવામાં આવી છે.
યારે હાલમાં વોર્ડ નં.૧, ૮ અને ૯માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એમ.આર. શ્રીવાસ્તવને હવેથી ઇસ્ટ ઝોનના સિટી એન્જીનિયર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.
વોર્ડ નં.૧૦માં આસિસ્ટન્ટ સિવિલ એન્જીનિયર તરીકે કાર્યરત પ્રદીપ આર.કંડોલીયાને હાલની કામગીરી યથાવત રાખીને વોર્ડ નં.૧, ૮ અને ૯માં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech