રાજ્ય ચૂંટણી આયોગે 34 જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકો જાહેર કર્યા, રાજકોટમાં આલોક કુમાર પાંડેને જવાબદારી, જુઓ આખું લિસ્ટ
રાજ્ય ચૂંટણી આયોગે 34 જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકો જાહેર કર્યા, રાજકોટમાં આલોક કુમાર પાંડેને જવાબદારી, જુઓ આખું લિસ્ટ
April 09, 2026 06:30 PM
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સુનિયોજિત રીતે સંપન્ન કરવા માટે દરેક જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે રાજકોટ જિલ્લા માટે આલોકકુમાર પાંડેની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ચૂંટણી નિરીક્ષકો જિલ્લામાં આચારસંહિતાનું પાલન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. રાજ્યભરમાં નિમણૂક કરાયેલા આ નિરીક્ષકો ચૂંટણી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે સીધો અહેવાલ આયોગને સુપરત કરશે. રાજકોટ જેવા મહત્વના જિલ્લામાં અનુભવી અધિકારીની નિમણૂકથી વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે.