રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગના એરફોર્સમેન્ટ વિંગના અધિકારીઓની ટીમ દ્વારા બાતમીના આધારે સપ્તાહ મના પ્રારંભમાં જ રાવકી નજીક શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ વાલ્વ બનાવતા ઉત્પાદકોની બે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બુધવારે સાંજે દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. ત્રણ દિવસની તપાસના અંતે રૂ.54 લાખથી વધુની કરચોરી ઝડપી પાડવામાં જીએસટી વિભાગને સફળતા મળી છે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સ્ટેજ જીએસટી વિભાગની ઇન્ફોર્સમેન્ટ વિજ્ઞાન અધિકારીઓની ટીમને કેમિકલ વાલ્વ બનાવતા ઉત્પાદકો દ્વારા બિલ વિનાનો માલ બારોબાર વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે રાવ કી નજીક શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં સોમવારથી વિધિવત રીતે દોરડા પાડવામાં આવ્યા હતા. 10થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા ફિઝિકલ અને ડિજિટલ સાહિત્ય જપ્ત કરી અને તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી.
ત્રણ દિવસની તપાસના અંતે વાલ્વના ઉત્પાદકો દ્વારા સ્ટોક ડિફરન્સ, બિલ વિનાનો માલ, ઇનપુટ અને ટેક્સ ક્રેડિટના ડેટા મિસ મેચ થવા સહિતની ગેરરીતિ મળી આવી હતી. જેનો તાળો મેળવવામાં આવી રહ્યો હતો. જેથી જપ્ત કરેલા તમામ સાહિત્યની ઝીણવટ પૂર્વકની તપાસ કરવામાં આવી હતી. ત્રણ દિવસની તપાસના અંતે કરચોરીનો આંકડો રૂ.54 લાખ પર પહોંચ્યો હતો. મિકેનિકલ વાલ બનાવતા ઉત્પાદક પેઢી પાસેથી એન્ફોર્સમેન્ટ વિંગના અધિકારીઓ દ્વારા જીએસટી ના કાયદા પ્રમાણે વેરા વસુલાત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application