BREAKING NEWS

યુવાધનને બચાવવા રાજ્ય સરકાર દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર થઇ

  • December 30, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બદલાતી જીવન શૈલી માનસિક હતાશા ના કારણે રાજ્યમાં સરેરાશ દરરોજ એક વિદ્યાર્થી આત્મહત્યા કરી રહ્યો છે તેવા સંજોગોમાં યુવા ધન ને સંરક્ષિત કરવા માટે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરી છે તમામ યુનિવર્સિટી કોલેજ તેમજ કોચિંગ સેન્ટર્સને આદેશ કર્યા છે કે ગાઈડલાઈન હેઠળ તમામ સંસ્થાઓએ દર 100 વિદ્યાર્થીઓએ કાઉન્સિલર ને ફરજીયાત નિમણૂક કરવી પડશે આમનો ટિકિટ કાઉન્સિલર હતપ્રત વિદ્યાર્થીઓ માટે માનસિક દબાણની પરિસ્થિતિમાં કાઉન્સિલિંગ કરીને પ્રોત્સાહિત કરશે.

રાજ્યમાં દરરોજ સરેરાશ ૧ વિદ્યાર્થી આત્મહત્યા કરી રહ્યો છે. સોશિયલ મિડિયા, બદલાયેલી જીવનશૈલી તેમજ દબાણને કારણે સતત માનસિક હતાશામાં ગરકાવ થતા રાજ્યના યુવાધન- હ્યુમન વેલ્થને સંરક્ષિત કરવા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે મેન્ટલ હેલ્થ’ પોલિસી જાહેર કરી છે. જેનો ચૂસ્તપણે અમલ કરવા તમામ યુનિવર્સિટી, કોલેજ તેમજ કોચિંગ સેન્ટર્સને આદેશ કર્યો છે. ગાઈડલાઈન હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાનોને દર ૧૦૦ વિદ્યાર્થીએ એક કાઉન્સિલરને ફરજિયાત રાખવા પડશે. આ મનોચિકિત્સક કાઉન્સિલર હતપ્રભ વિદ્યાર્થીઓ માટે મેન્ટર થઈ પ્રોત્સાહિત કરશે.

શિક્ષણ વિભાગના ઉપસચિવ અંકુર ઉપાધ્યાયની સહીથી સુપ્રિમ કોર્ટના ચૂકાદાને આધિન એક પરિપત્ર પ્રસિધ્ધ થયો છે. જેમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો, કોચિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના રક્ષણ- આત્મહત્યા નિવારણ માટે જિયાત માર્ગદર્શિકા અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. સુપ્રિમના ચૂકાદા બાદ રચાયેલી ટાસ્કફોર્સની ભલામણો મુજબ રાજ્યમાં એક સમાન માનસિક સ્વાસ્થ્ય નીતિને ભારત સરકારના ઉમ્મિદ- મનોદર્પણ જે અને રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ નીતિ સાથે સાંકળી લેવાઈ છે. જેના હેઠળ પ્રત્યેક સંસ્થામાં ઓછામાં ઓછા એક કાઉન્સેલરમનોવિજ્ઞાની રાખવો ફરજિયાત રહેશે. જ્યાં ૧૦૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય ત્યાં બહારના નિષ્ણાત સાથે કરાર કરવો પડશે. તેથી વધુ સંખ્યાની સ્થિતિમાં

દર ૧૦૦વિદ્યાર્થીઓ દીઠ એક કાઉન્સેલરનુ ન્યૂનતમ પ્રમાણ જાળવવુ પડશે. પરિપત્રમાં લખ્યુ છે કે, સરકારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ ઉપરથી માનસિક દબાણને ઘટાડીને સુરક્ષિત, સંવેદનશીલ અને સહાયક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે. આથી, તેનો ફરજીયાતપણે અમલ કરવો પડશે.

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 1,237 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યાના બનાવ નોંધાય છે તેની પાછળનું મુખ્ય કારણ પરીક્ષાનું દબાણ નિષ્ફળતા 30 થી 40% અભ્યાસનું ભારણ,નાપાસ થવાનો ભય , તૂટતી કુટુંબી વ્યવસ્થા, એકલતા, ડિપ્રેશન, સ્પર્ધામા પાછળ રહેવાનો ડર પરિવારમાં હુંફનો અભાવ, સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ અને ભાવનાત્મક ફેરફારો કારણભૂત છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખાસ પોલીસી તૈયાર કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મેન્ટલ હેલ્થ પોલિસીનો કડક અમલ કરવો ફરજીયાત કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News