જૂનાગઢ પોલીસે ઓનલાઈન કાર વેચાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મહેસાણા જિલ્લ ાના વિસનગરના રહેવાસી ધવલ પટેલની મુંબઈના દહીંસર વિસ્તારમાંથી અટકાયત કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આરોપી સામે રાયના વિવિધ જિલ્લાઓમાં ૨૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.પોલીસે તેની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી શ કરી છે. તપાસ દરમિયાન યુવક અગાઉ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારબાદ કાર શોરૂમમાં નોકરી કરતો હતો અને દેવું થઈ જતા છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હતો.
ઓનલાઇન કાર વેચાણના નામે રૂપિયા પડાવતા ધવલ પટેલે અલગ અલગ નામે સંપર્ક કર્યેા હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૩૧ ગુના આચરીને અગાઉ ૧ કરોડ અને હવે ૭૩ લાખનું ફ્રોડ કર્યું છે. અત્યાર સુધીમાં તેણે ૪૨ કારની લે વેચ કરીને ચીટીંગ કયુ હોવાનું પણ કબુલાત કરી હતી. સમગ્ર નેટવર્કમાં જુનાગઢ કાર ૨૪માંથી ધવલ પટેલ બોલું છું તેમ કહી એક વેપારી અને તબીબ સાથે છેતરીને સોદો કર્યેા હતો. અને આંગડિયા મારફત રકમ મેળવી ફોન સ્વીચ ઓફ કરી ગાયબ થઈ જતો હતો આરોપી ધવલ પટેલ મુંબઈના દહીંસરમાં હોવાની માહિતી મેળવી તેની અટકાયત કરી. આ ગુનામાં આરોપીએ ૭૦.૯૦લાખ પિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સની હજી બી–ડિવીઝન હેઠળના ગુનામાં ધરપકડ બાકી છે
સાત જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ
ધવલ પટેલ સામે છેલ્લ ા ત્રણ વર્ષમાં ૩૧ કેસ નોંધાયા છે જેમાંથી ૨૦ જુના અને ૧૧ નવા કેસ નો સમાવેશ થાય છે સૌથી વધુ અમદાવાદમાં છ, ત્યારબાદ ગાંધીનગર અને અન્ય જુનાગઢ, જામનગર, અમરેલી, વલસાડ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સાબરકાંઠા જેવા જિલ્લ ાઓમાં ૨૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જૂનાગઢ પોલીસની તપાસમાં બે અન્ય કાર માલિકો સાથે પણ આરોપીએ ૭૩.૩૦લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. એ ડિવિઝન પીઆઈ પરમાર, પીએસઆઇ સોલંકી, સહિતના પોલીસ કર્મીઓ દ્રારા યુવકના બેંક ખાતાના ટ્રાન્જેકશનની વધુ વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
અલગ-અલગ નામોના ૧૨ સિમકાર્ડ મળ્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ધવલ પટેલ જૈમીન, હેમલ, અર્પિત, હાર્દિક, સંજય પટેલ અને રાજેન્દ્ર પંચાલ જેવા અલગ–અલગ નામો ધારણ કરીને લોકોને છેતરતો હતો. તે ઓનલાઈન એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને કારની ખરીદી–વેચાણની બનાવટી ડીલ કરતો અને ખરીદનાર કે વેચનારનો વિશ્વાસ જીતીને આંગડિયા મારફતે પૈસા લઈ લેતો. ત્યારબાદ મોબાઈલ નંબર બધં કરી ફરાર થઈ જતો. આરોપી વેચનારને વધુ પૈસા આપવાની લાલચ અને ખરીદનારને બજાર કિંમત કરતાં ઓછા ભાવે કાર આપવાની લોભામણી વાતો કરીને છેતરતો હતો.પોલીસે આરોપી પાસેથી ૧૨ અલગ–અલગ નંબરના સિમ કાર્ડ અને ત્રણ કોરા ચેક સહિતની ચીજો જ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મહાઠગે ૩૧ જેટલા શહેરમાં ૪૨ને બનાવ્યા શિકાર!
રાય વ્યાપી ઓનલાઈન કાર બજાર કોભાંડ માં જુનાગઢ પોલીસે ઝડયેલો મહાઠગ મૂળ વિસનગરનો વતની હોવાનું તેમજ અગાઉ શિક્ષક તરીકે ફરજ બજાવતો હોય તે છોડી નોકરી કરતો હતો પરંતુ દેવું થઈ જતા છેતરપિંડી ના ધંધામાં હાથ અજમાવ્યો અને રાયના ૧૧ જેટલા જિલ્લા ના ૩૧ શહેરમાં અંદાજે ૪૨ જેટલા વ્યકિતઓને શિકાર બનાવી કરોડોનું કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે મુંબઈમાં ત્રણ દિવસ સલૂનમાં બેસી ત્યાં રેકી કરી
જુનાગઢ પોલીસે ટેકનિકલ સોર્સના આધારે કારની છેતરપિંડી કરનાર મહેસાણાના વિસનગરનો પિયુષ પટેલ હોવાની શકયતા હોવાથી અલગ અલગ લોકેશન માટે હોવાનું જાણવા મળ્યું હતું જેથી એ ડિવિઝન પીઆઇ પરમાર સહિતની ટીમ મુંબઈ રવાના થઈ હતી અને ત્યાં લોકલ સોર્સના આધારે ત્રણ દિવસ સુધી હેર સલૂનની દુકાને બેસી રેકી કરી હતી.અને ત્યારબાદ દહીંસરથી મહા ઠગને પકડી લીધો હતો.
ગોંડલના કાર લે વેચના ધંધાથી સાથે કારનો સોદો કરી ૩.૭૫ લાખની ઠગાઈ
ગુજરાત રાયમાં વર્તમાન સમયમાં ઓનલાઇન છેતરપિંડી તેમજ સાયબર ક્રાઇમ નું પ્રમાણ પોલીસ માટે પણ પડકારપ સાબિત થઈ રહ્યું છે ત્યારે રાયભરમાં અલગ અલગ જિલ્લાઓમાં કાર લે વેચ ના નામે ૪૨ જેટલા ગ્રાહકો સાથે ઓનલાઇન ચીટીંગ કર્યાના કૌભાંડ માં મુંબઈ દહીસર થી ઝડપાયેલા મહાઠગને જુનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ આજ મોડેશ ઓપરિંડી થી ગોંડલના કાર લે વેચના એક ધંધાર્થી સાથે ૩.૭૫ લાખની ઠગાઈ આચર્યા નો વધુ એક ગુનો ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાયો છે