આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને ગોંડલના સક્રીય મહીલા નેતા જીગીશાબેન પટેલ ઉપર શહેરના ભગવતપરાનાં ઘોઘાવદર રોડ પર આવેલી સંગમ પાર્ક સોસાયટી માં હુમલો થયો હતો. હુમલા સમયે તેમની સ્વિફ્ટ કાર પર પથ્થરમારો કરી કાચ તોડાયા હતાં.ઇજાગ્રસ્ત જીગીશાબેન તુરંત સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.બનાવનાં પગલે જીગીશાબેનનાં ટેકેદારો તથા આપનાં કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા.શહેરની એ,બી ડિવિઝન પોલીસ ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાંચ પોલીસ નો કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો. આ બનાવને લઈને સમગ્ર ગોંડલમાં ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં જીગીશાબેન પટેલની ફરિયાદના આધારે તેમના પર થયેલા હુમલા પ્રકરણમાં પાંચ મહિલા સહિત નવ શકસો સામે હથિયાર બનતી ના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સવારે સાડા અગીયાર નાં સુમારે સંગમ પાર્ક સોસાયટીમાંથી પાણી, કચરા અને ગટર અંગે રજુઆત આવી હોય જીગીશાબેન પટેલ તથા તેમનાં કાર્યકરો દિપક વઘાશિયા,જયસુખ વઘાશિયા તથા ધ્રુવીન રાદડિયા સાથે સ્વિટ કારમાં સંગમ સોસાયટી માં પંહોચ્યા હતા.ત્યાં મહીલાઓ એ નગર પાલીકા દ્વારા અપાતુ પાણી લીલુ આવતુ હોય ઉપરાંત કચરાનાં ઢગલા ખડકાયા હોય કોઇ સફાઈ માટે આવતુ નહી હોવાની ફરિયાદ કરી હતી.
આ કેસમાં જીગીશા બેન પટેલની ફરિયાદના આધારે
હવે આજે પોલીસ ફરિયાદ અંગે કાર્યવાહી થશે.
જીગીશાબેને આ વિસ્તાર નાં સ્થાનિક સુધરાઈ સભ્ય ઋષિરાજસિંહ ને ફોન કરી રૂબરૂ આવવા ફોન કરી જણાવ્યું હતું. બાદ માં સભ્ય ની રાહ માં કાર માં બેઠા હતા. આ દરમિયાન અચાનક ધસી આવેલી ત્રણ થી ચાર મહીલાઓ તથા અને કેટલાક પુરુષોએ કારમાં બેઠેલા જીગીશાબેન ઉપર હુમલો કરી દિધો હતો.પત્થરથી હુમલો થતા જીગીશાબેન ને માથામાં તથા આંખ પર ઇજા પંહોચી હતી.હુમલા સમયે કાર ઉપર પત્થર મારો થતા કાચ ફુટ્યા હતા. પરિસ્થિતિ વણસતા જીગીશાબેન ત્યાંથી રવાના થઈ સારવાર માટે સરકારી હોસ્પિટલ પંહોચ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં.
દરમિયાન જીગીશાબેન સાથે રહેલા ધ્રુવિન રાદડિયાએ જણાવ્યું કે મહીલાઓની રજુઆતને લઈને જીગીશાબેને નગરપાલિકાનાં આ વિસ્તારનાં ચુંટાયેલા સભ્ય રુષિરાજસિંહ જાડેજાને મોબાઇલ કરતા તેમણે હું બહાર છુ.તેવો જવાબ આપતા જીગીશાબેને તમારી સાથે ચુંટાયેલા અન્ય સભ્યોને મોકલો એવુ કહેતા ઋષિરાજસિંહને મોકલુ છું તેવું જણાવ્યું હતું. દરમિયાન સભ્યો તો ના આવ્યા પણ ચાર મહીલાઓ તથા બે પુરુષો આવી અમારે પણ સમસ્યાઓ છે.તેવુ કહેતા જીગીશાબેને તેમને વિસ્તાર પુછતા આશાપુરા રોડ તથા ગુંદાળારોડ પર થી આવતા હોવાનું જણાવ્યું હતું.
આ સમયે જીગીશાબેને હું ત્યાં રૂબરૂ આવીશ તેવુ કહેતા આ લોકો અચાનક ઉશ્કેરાયા હતા.અને જગડો કરી કાર ઉપર પત્થરમારો કરી જીગીશાબેન ને પણ પત્થર માર્યા હતા.જેને કારણે જીગીશાબેન ને ઇજા થતા લોહી નિકળ્યું હતું.આ લોકોને રુષિરાજસિંહે મોકલ્યા નો આક્ષેપ ધ્રુવિન રાદડિયાએ કર્યો હતો. આ કેસમાં પોલીસે જીગીશાબેન પટેલની ફરિયાદ લઈને પીએસઆઇ એસઆર પંડ્યા એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.