BREAKING NEWS

ઉતરપ્રદેશમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો: બ્રિજ ધરાશાયી, 6 મજૂરોના કમકમાટી ભર્યા મોત

  • May 29, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની છે ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ અંદાજે આવેલા ભારે વરસાદ, વાવાઝોડા અને તીવ્ર આંધીના કારણે બેતવા નદી પર બની રહેલો એક મોટો નિર્માણાધીન પુલ અચાનક ધરાશાયી થઈ ગયો છે. કાટમાળ નીચે દબાઈ જવાથી 6ના મોતઆ ભીષણ અકસ્માત સમયે પુલની નીચે અનેક મજૂરો સૂઈ રહ્યા હતા, જેઓ સવારે ઉઠીને ફરીથી બ્રિજના કામમાં જોડાવાના હતા. પુલનો મોટો હિસ્સો તૂટી પડતાં પાંચ મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
 

હજુ પણ કાટમાળ નીચે અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા છે, જેને જોતાં મૃત્યુઆંક ૧૦ સુધી પહોંચી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.બચાવ કામગીરી અને સુરક્ષા સામે સવાલો ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો અને અનેક પોલીસ સ્ટેશનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને મધ્યરાત્રિથી જ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પુલ થાણા લાલપુરના મોરાકંદર અને કુરારાના મવાઈજાર ગામને જોડવા માટે રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદના પ્રયાસોથી મંજૂર કરાયો હતો અને તેમના જ વતન પાસે બની રહ્યો હતો.દુર્ઘટના બાદ બાંધકામ સ્થળે મજૂરો માટે સુરક્ષાના પૂરતા વલણો ન હોવાના ગંભીર આક્ષેપો પણ લાગી રહ્યા છે. તંત્ર હાલ તમામ શક્તિઓ કાટમાળમાંથી લોકોને જીવતા બહાર કાઢવામાં લગાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application