ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી માટે 'મિલકતનું આયુષ્ય' નક્કી કરવા તેમજ ખેતીની જમીનને 'બિન પિયત' ગણવા માટે તલાટી–કમ–મંત્રી દ્રારા આપવામાં આવતા દાખલા કે પ્રમાણપત્રનો આધાર લેવામાં આવશે નહીં.
નોંધણી કચેરીના ધ્યાનમાં આવ્યું હતું કે રાજયના કેટલાક સબ–રજિસ્ટ્રારો વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટે તલાટીના દાખલાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ પ્રથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતની બજાર કિંમત ઓછી આંકવાનો અને પરિણામે વેચાણ લેનાર પક્ષ દ્રારા ભરવામાં આવતી સ્ટેમ્પ ડુટીની રકમ ઘટાડવાનો હતો. આનાથી રાજય સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન થતું હતું અને ભ્રષ્ટ્રાચારને પોષણ મળતું હતું, જેને સામાન્ય ભાષામાં 'ચા–પાણી'ની પ્રથા તરીકે ઓળખવામાં આવે છે.આવા અનેક કિસ્સાઓ ધ્યાને આવતા, નાયબ નોંધણી સર નિરીક્ષક એસ.આર. તાબિયારની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાજયના તમામ સબ–રજિસ્ટ્રારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જેમાં કોઈ પણ બાબતે તલાટીના દાખલાને આધારે દસ્તાવેજ નોંધણી કરવાની રહેશે નહીં. સ્ટેમ્પ ડુટી નક્કી કરવા માટે આવા દાખલાનો આધાર ન લેતા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસના ભાવમાં ફેરફાર કરવા અંગે રાજયના મહેસૂલ વિભાગે ૧૩મી એપ્રિલ ૨૦૨૩ના ઠરાવમાં જે માર્ગદર્શન આપ્યું છે, તેનો જ ઉપયોગ કરવો. ૧૩મી એપ્રિલ ૨૦૨૩ના ઠરાવમાં મિલકતના ઘસારા અંગેની આખી પ્રક્રિયા કોષ્ટ્રકના આધારે વર્ણવવામાં આવી છે. હવેથી, મિલકતનું બજાર મૂલ્ય ઓછું આંકવા માટે તલાટીના દાખલા રજૂ કરીને સ્ટેમ્પ ડુટીની રકમ ઓછી ભરવાનો પ્રયાસ હવે સફળ થશે નહીં.આ નિયંત્રણ માત્ર મિલકતોના આયુષ્ય પૂરતું જ મર્યાદિત નથી. ખેતીની જમીન બિન પિયતની હોય અને અન્ય કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ અગાઉ તલાટીના પ્રમાણપત્રને આધારે જમીનને બિન પિયત ગણીને તેની સ્ટેમ્પ ડ્યુટી નક્કી થતી હતી. હવે આ પ્રેકિટસ ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબધં મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ નવા આદેશથી વેચાણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને સરકારી આવકમાં વધારો થશે, યારે ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચારની શકયતાઓ પર મોટો અંકુશ મૂકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application