તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ દેવરાજ દેપાળ સ્કૂલ, જામનગર ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડીઆઇઇટી), જામનગરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શહેરી કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫-૨૬ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ગણિત પ્રત્યે રસ કેળવવાના ઉદ્દેશ સાથે નવીન કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
પ્રદર્શનમાં વિજ્ઞાન અને ગણિતના વિવિધ વિષયો પર આધારિત કુલ પાંચ વિભાગો હતા, જામનગર શહેરની શાળાઓમાંથી કુલ ૮૦ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ કુલ ૪૦ અદ્યતન વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શિત થઈ હતી.
આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપવા માટે કુલ ૪૦ ગણિત-વિજ્ઞાન શિક્ષકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન રાકેશભાઈ માકડિયા અને તમામ સી.આર.સી. (ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર) મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
નિર્ણાયક તરીકે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગરની વિવિધ શાળાઓના ગણિત-વિજ્ઞાન શિક્ષકોએ પોતાનું ઉમદા યોગદાન આપી, પ્રદર્શિત કૃતિઓ પૈકી શ્રેષ્ઠ કૃતિઓ માટે યોગ્ય નિર્ણય આપીને પોતાની ફરજ નિભાવી.
આ કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રીરીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિલેશભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ પરસોત્તમભાઈ કકનાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ દિનેશભાઈ દેસાઇ અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપરાંત શૈક્ષણિક મહાનુભાવો જેમાં ડાયેટ પ્રાચાર્ય સંજયભાઈ જાની, ડીપીઇપી સી. એમ મહેતા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ-જામનગર શહેર પ્રમુખ મોતીબેન કરેથા ઉપસ્થીત રહયા હતા, વિજેતાઓને સન્માનીત આપવામાં આવ્યા હતા.