BREAKING NEWS

જામનગર શહેરમાં તરૂણીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

  • November 22, 2025 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ધરારનગરમાં રહેતી એક તરૂણીએ કોઇપણ કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, બનાવ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


જામનગરમાં ધરારનગર-૨, સાતનાલા પાસે રહેતી રોઝમીન રફીકભાઇ નાયાણી (ઉ.વ.૧૬) નામની તરૂણીએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઓઢણી વડે ગળાફાંસો ખાઇ લેતા જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જતા જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું.


આ અંગે રફીક ગુલમામદભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી, પીએસઆઇ કે.એન. જાડેજા દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને કયા કારણસર તરૂણીએ આ પગલુ ભર્યુ એ દીશામાં ચક્રો ગતીમાન કર્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application