રાજ્યમાં થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર રૂ.૧૦ હજાર કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વહારે આવી છે. આ સહાય માટે હાલ અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂ છે. આ માટે ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી. અરજી માટે થતા ખર્ચના નાણા પણ ગુજરાત સરકાર ચૂકવે છે. જોકે ગોંડલના સુલતાનપુરમાં વી.સી.ઈ. (કમ્પ્યુટર ઓપરેટર) ખેડૂતો પાસેથી અરજી કરવા અરજી દીઠ રૂ. ૧૦૦ લેતા હોવાની બાબત સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને સંબંધિત વી.સી. ઈ. ને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કરાયો છે. આ સાથે તેમની સામે ફોજદારી પગલાં લેવા પણ તેમણે આદેશ આપ્યો છે.
કૃષિ રાહત પેકેજ-૨૦૨૫ અંતર્ગત સહાય મેળવવા માટે ખેડૂત ખાતેદારોએ વી.સી.ઇ. મારફત ઓનલાઈન અરજી કરવાની રહે છે. વી.સી.ઇ. ને ડેટા એન્ટ્રી માટે પ્રતિ અરજી દીઠ રૂ. ૨૦ રાજ્ય બજેટમાંથી ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું છે. વી.સી.ઇ.એ લાભાર્થી પાસે સહાયની અરજી પેટે કોઈ પણ રકમની માગણી કરવાની રહેતી નથી. જો કોઈ આવી માગણી કરે તો તેની સામે કડક પગલાં લેવાનું પણ ઠરાવવામાં આવ્યું છે.
દરમિયાન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વી.સી.ઈ. શિવભાઈ માલાભાઈ ગોંડલીયા પાક નુકશાનીના વળતરના ફોર્મ ભરવા માટે, દરેક ફોર્મના રૂ.૧૦૦ લેતા હોવાની ફરિયાદ ઊઠી હતી. આ બાબત ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. વી.સી. ઈ. અરજીઓ માટે નાણાં લેતા હોવાની માહિતી સાચી હોવાનું સામે આવતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને તાત્કાલિક છૂટા કરવાની કાર્યવાહી કરવાનો આદેશ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે. ઉપરાંત ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે નિયમોનુસારની ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે આ પ્રકારની અરજીઓ કરવા માટે વી.સી. ઈએ કોઈ પ્રકારના નાણાં ખેડૂત પાસેથી લેવાના થતા નથી અને અન્ય તમામ સબંધીતોને પણ આવી પ્રવૃત્તિ નહિ કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે.
ફોર્મ ભરવાના રૂપિયા 12 મળે પરંતુ સરકારે ચાર વર્ષથી નાણાં ચૂકવ્યા નથી
સામી બાજુ વીસીઈ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે એક કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરને ફોર્મ દીઠ રુ્ 12 મળે છે. સરકારે છેલ્લા ચાર વર્ષથી આ પૈસા ચૂકવ્યા નથી.
વીસીઈના જણાવ્યા મુજબ અગાઉ આવા અનેક ફોર્મ ભર્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી સરકારે નાણાં ચૂકવ્યા નથી. વીજબીલ કે કમિશન પણ ચૂકવાયું નથી. આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરે છે અને સાથોસાથ 15 દિવસની ટૂંકી સમય મર્યાદામાં ફોર્મ ભરવાની કામગીરી કરવાની થાય છે. ખેડૂતો પાસેથી રુ.100 લેવાની વાત કોઈ સંજોગોમાં વ્યાજબી નથી અને તેનો બચાવ ન હોઈ શકે. પરંતુ સામી બાજુ સરકારે પણ છેલ્લા ચાર વર્ષથી આવી