સુલતાનપુર પોલીસે ચોરીના ગુનામાં નાસતા ફરતા રાજકોટના શખસને દેરડી ગામના ખુશ્બુ સર્કલ પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા વડા વિજયસિંહ ગુર્જરએ મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય જે અંતર્ગત સુલતાનપુર પોલીસ મથકના પી.આઈ. જે.એ.ખાચરની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સંજય જેસિંગભાઈ ચૌહાણ(ઉં વ ૨૧)(રહે રાજકોટ, આજીડેમની બાજુમાં અમૂલ કારખાનાની બાજુમાં આવેલ યુવરાજનગર શેરી નંબર ૦૨, ઝૂંપડપટ્ટીમાં) હાલ દેરડી ગામે ખુશ્બુ સર્કલ પાસે હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીને ખુશ્બુ સર્કલ પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં પી.આઇ. જે.એ. ખાચર, એ.એસ.આઈ. હિતેશભાઈ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ડવેરા, રણધીરસિંહ જાડેજા, દિનેશભાઈ ઘાઘરેટીયા સાથે રહ્યા હતા.