ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ વિશે સતત નવી માહિતી સામે આવી રહી છે. આઠ મહિનાથી અવકાશમાં અટવાયેલા સુનીતાને નાસાએ હવે નવી જવાબદારી સોંપી છે. સુનીતાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ના કમાન્ડર બનાવવામાં આવ્યા છે.
આયોજિત એક સમારોહમાં નાસાએ જાહેરાત કરી છે કે રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કોએ સ્પેસ સ્ટેશનની કમાન સુનિતા વિલિયમ્સને સોંપી દીધી છે. આ બીજી વખત છે જ્યારે સુનીતા આઈએસએસની કમાન સંભાળી રહ્યા છે. તેમણે છેલ્લે 12 વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર તરીકે તેની મુખ્ય જવાબદારી સ્પેસ સ્ટેશન પર સુરક્ષા જાળવવાની રહેશે.
કમાન્ડ સોંપ્નાર કોનોનેન્કો છેલ્લા એક વર્ષથી સ્પેસ સ્ટેશન પર મિશન પૂર્ણ કર્યું અને હવે તે ટ્રેસી સી ડાયસન અને નિકોલાઈ ચુબ સાથે પૃથ્વી પર પરત આવે છે. બીજી બાજુ, વિલિયમ્સ, ભવિષ્યના માનવ અને રોબોટિક સંશોધન મિશન માટે નવી તકનીકો દશર્વિવા માઇક્રોગ્રેવિટી લેબોરેટરીમાં કામ કરી રહ્યા છે. ઔપચારિક હેન્ડઓવર કાર્યક્રમમાં બોલતા, સુનિતાએ કહ્યું કે આ અભિયાને અમને બધાને ઘણું શીખવ્યું છે. અમે આ મિશનનો ભાગ નહોતા, છતાં તમે લોકોએ મારા પાર્ટનર બૂચ અને મને અપ્નાવ્યા છે. તમે અમારી સાથે પરિવારની જેમ રહ્યા છો.
આઠ દિવસના મિશન પર અવકાશમાં ગયેલા સુનીતા આઠ મહિનાથી વધુ સમયથી અવકાશમાં ફસાયેલી છે. વાસ્તવમાં, બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ જેમાં તે મુસાફરી કરી રહ્યા હતા. તેમાં ટેક્નિકલ ખામી હતી. હવે સુનીતા આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech