BREAKING NEWS

ભૂમાફિયા બલી ડાંગર તથા તેના સાગરીતોનાં જામીન રદ કરતી સુપ્રીમ કોર્ટ

  • October 27, 2025 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટનાં લોધીકા તાલુકાનાં હરીપર પાળ માં ખોટા દસ્તાવેજ કરી જમીન પર કબ્જો કરવાની ચકચારી ઘટનામાં આરોપી બલી ડાંગર તથા તેના સાગરીતોનાં જામીન રદ કરતો હત્પકમ સુપ્રીમ કોર્ટ દ્રારા કરી તા.૨૪નાં સરેન્ડર કરવા હત્પકમ ફરમાવતા બલદેવ ઉર્ફ બલી ડાંગર, અર્જુન રામભાઈ જલુ તથા રામદેવ લમણભાઈ ડાંગરે તા.૨૪ના અત્રેની યુડી.મેજિસ્ટ્રેટ ફસ્ર્ટ કલાસ કોર્ટ માં સરેન્ડર કરતા ત્રણેયને ગોંડલ સબજેલ હવાલે કરાયા હતા.યારે ચોથો આરોપી મયુર પરમાર સરેન્ડર થયો નથી.
પ્રા વિગત મુજબ વર્ષ ૨૦૧૪માં હરીપર પાળ પુષ્પાપાર્ક માં ખોટા દસ્તાવેજ બનાવી ખુલ્લ ા પ્લોટો પર કબ્જો કરી ત્યાં ફાર્મહાઉસ ખડકી દઇ પ્લોટ ધારકોને પ્રવેશતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે રાજકોટ નાં હિમાંશુભાઈ જાની દ્રારા લોધીકા પોલીસ માં બલી ડાંગર સહિત ૨૨ લોકો સામે ફરિયાદ કરાઇ હતી.બાદ માં હિમાંશુભાઈ જાનીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી.પોલીસ ફરીયાદ બાદ આરોપીઓની ધરપકડ કરી જામીન મુકત કરાયા હતા.ત્યારબાદ ફરિયાદી હિમાંશુભાઈ જાની દ્રારા ૨૦૨૨માં હાઇકોર્ટમાં જામીન રદ કરવા અરજી અપાઇ હતી.જે સંદર્ભે હાઇકોર્ટ દ્રારા બલી ડાંગર, અર્જુનજલુ,રામદેવ ડાંગર તથા મયુર પરમારનાં જામીન રદ કર્યા હતા.તે સામે બલી ડાંગર સહિતના એ સુપ્રીમ કોર્ટમાં જામીન યથાવત રાખવા અરજી કરી હતી. દરમ્યાન સુપ્રીમ કોર્ટ દ્રારા  તા.૩નાં અરજી ફગાવી દઇ હાઇકોર્ટનાં હત્પકમને યથાવત રાખી તા.૨૪ સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application