શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે હોટલ નજીક ગઈ કાલે બપોરના સરાજાહેર ગુરૂપ્રસાદ ચોક પાસે રહેતા નિલેશ હરિભાઈ ધોકીયા(ઉ.વ 43) નામના યુવાનની છરીના આઠ ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનના સીસીટીવી ફૂટેજ સામે આવતા ફેલાઈ જવા પામી હતી. હત્યાના આ બનાવને લઈ તાલુકા પોલીસે તાકીદે તપાસ હાથ ધરી હત્યા કરનાર માળિયા હાટીના તાલુકાના ખોરાસા ગામમા રહેતા મહેશ જેઠવાને ઝડપી લીધો હતો. મૃતક આરોપીની બહેનને હેરાન કરતો હોય તેવી શંકા રાખી હત્યા નીપજાવવામાં આવી હતી. બે માસ પૂર્વે આરોપીની બહેન અને બનેવી ચોટીલા ગયા હતા ત્યારે નિલેશ પણ અહીં પહોંચ્યો હતો અને ત્યારે આરોપીના બનેવીને આ બાબતની જાણ થતા માથાકૂટ થઈ હતી. ત્યારથી આરોપી અને મૃતક વચ્ચે માથાકૂટ ચાલતી હોય દરમિયાન ગઈકાલે તેણે ખૂની ખેલ ખેલ્યો હતો.
શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વાસ્તુ પ્લાઝા માધવ હોટલ નજીક ગઈકાલે બપોરના છરીના આડેધડ ઘા ઝીંકી યુવાનીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવેલી ભારે ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ ઘટનાને લઇ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે અંકુર વિદ્યાલય મેઇન રોડ વૃંદાવન સોસાયટી શેરી નંબર ચારમાં રહેતો નિલેશ હરિભાઈ ધોકિયા(ઉ.વ 43) માલુમ પડ્યું હતું. બાદમાં તેનો ભાઈ સહિતના પરિવારજનો પણ અહીં આવી પહોંચ્યા હતા.
હત્યાના આ બનાવ અંગે રમેશભાઇ હરીભાઇ ધોકીયા(ઉ.વ.૪૫) (રહે.રહે.અંકુર વિદ્યાલય મેઇન રોડ વૃદાવન સોસાયટી શેરી નં-૦૪ ડાલીબાઇ છાત્રાલય પાછળ ગુરૂપ્રસાદ ચોક રાજકોટ) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે માળિયા હાટીના તાલુકાના ખોરાસા ગામે રહેતા મહેશ દિનેશભાઇ જેઠવાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છુટક ફર્નિચર કામ કરે છે. તેનો નાનો ભાઇ નિલેષ હતો તેની પત્ની નામ ભાવનાબેન છે અને તેને સંતાનમા એક દીકરો દક્ષ (ઉ.વ.૧૫) વાળો છે તથા દીકરી કાવ્યા (ઉ.વ.૧૩) છે. બન્ને ભાઈઓ તથા મારી માતા મધુબેન એમ બધા સયુક્ત કુટુંબમા રહીએ છે.
ગઈકાલ બપોરના ચારેક વાગ્યે ફરિયાદી સીટી સ્પાઇસ ધ કોઝી કોટયાર્ડ ખાતે ફર્નિચર કામ કરતો હતો ત્યારે ફૈબાના દિકરા નરેશભાઈ વિરજીભાઈ ટાંકનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, તું ઝડપથી સ્પીડવેલ ચોક નજીક વાસ્તુપ્લાઝા માધવ હોટેલ પાસે આવી જા તારા ભાઇ નિલેષને મહેશભાઇ દિનેશભાઈ જેઠવાએ છરી મારી દિધી છે તેમ વાત કરતા યુવાન અહીં પહોંચતા તેનો ભાઈ નિલેષ લોહીલુહાણ હાલતમા જમીન પર પડ્યો હતો. અહીં હાજર નરેશભાઇએ જણાવેલ કે તારા ભાઇ નિલેષભાઇને મહેશ દિનેશભાઇ જેઠવા (રહે.ખોરાસા ગામ તા.માળીયા હાટીના) એ નિલેષને આ મહેશની બેન પ્રજ્ઞાબેનને હેરાન કરે છે તેવો વહેમ રાખી બોલાચાલી કરી મોઢાના ભાગે તથા છાતીના ભાગે તથા કમરના ભાગે છરીના ઘા મારી ઇજા કરી છે તેમ વાત કરી આ નરેશભાઇએ ૧૧૨ નંબર પર પોલીસને તેમજ ૧૦૮ પર એમ્બ્યુલન્સને ફોન કરતા થોડીવારમા પોલીસ તથા એમ્બ્યુલન્સ આવી ગયેલ અને ૧૦૮ ના ડોક્ટરે મારા ભાઈ નિલેષભાઈને તપાસી મરણ જાહેર કર્યો હતો.
અત્યારના આ બનાવને લઈ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડીએમ હરીપરા પીએસઆઇ બીઆર ભરવાડ તથા સાથે તપાસ હાથ ધરી યુવકની ઘાતકી હત્યા કરનાર આરોપી મહેશ દિનેશભાઈ જેઠવા રહે ખોરાસા તા માળીયાહાટીના ને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મૃતક નિલેશ ધોકિયાને તેની બહેન સંબંધ હોય તેવી આરોપીને શંકા હતી. એટલું જ નહીં બે માસ પૂર્વે આરોપીના બહેન અને બનેવી ચોટીલા ગયા હતા ત્યારે નિલેશ પણ અહીં પહોંચ્યો હતો અને આ વાતની જાણ આરોપીના બનેવીને થતા માથાકૂટ થઈ હતી. ત્યારબાદથી મહેશ પર ખૂન સવાર થયું હતું અને તે નિલેશ પર ઘાત લગાવીને બેઠો હતો દરમિયાન ગઈકાલે તેણે આ ખુની ખેલ ખેલી નાખ્યો હતો.
બે વર્ષ પૂર્વે સગાઈમાં નિલેશ અને આરોપીની બહેન વચ્ચે પરિચય થયો'તો
બે વર્ષ પૂર્વે એક સગાઈ પ્રસંગ દરમિયાન આરોપી મહેશ જેઠવાની બહેન પ્રજ્ઞા સાથે પરિચય થયો હતો ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને બંને ફોનમાં વાતચીત કરતા હતા દરમિયાન બે મહિના પૂર્વે ચોટીલામાં પ્રજ્ઞા પતિ સાથે ગઈ હતી ત્યારે નિલેશ પણ અહીં પહોંચી જતા ભાંડોકૂટ્યો હતો.
હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સ્ટેશન સામેથી હાજર થયો
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિલેશ ડોકિયા નામના યુવાનની કૃપા પૂર્વક હત્યા ની પ્રવજાવ્યા બાદ આરોપી મહેશ જેઠવા અહીંથી કોઈ પણ પ્રકારના ભાઈ વગર આરામથી જતો જોવા મળ્યો હતો? જો કે હત્યા ની આ ઘટના બાદ આરોપી મહેશ સામેથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો પરંતુ બનાવ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોય જેથી તુરંત તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીને ઝડપી લેવાયો હતો.
છરીના આઠ ઘા ઝીંકીને પણ સંતોષ ન થતાં મોં પર પાટા માર્યા
શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ગઈકાલે બપોરના યુવાનની યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજવામાં આવી હતી. જે ઘટનાના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં એવું દેખાયું હતું કે આરોપીએ યુવાનને ક્રૂરતાપૂર્વક છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો પરંતુ આટલેથી પણ આરોપીને સંતોષ ન થયો હોય તેમ ઢળી પડેલા આ યુવાનના મોં પર પાટા માર્યા હતા.
હોટલે ચા પીવા બોલાવ્યા બાદ ઢીમ ઢાળી દીધું
આરોપી પર ખૂન સવાર હોઈ તે ગઈકાલ સવારથી જ યુવાનની હત્યા કરવાની ફિરાકમાં હતો. બપોરે બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. જે બાદ ત્રણેક વાગ્યે મૃતકે આરોપીને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મળવાનું કહ્યું હતું. જે બાદ બને બાઈકમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવ્યા બાદ આરોપીએ ચાલ હોટલે ચા પી લઈએ કહીં માધવ હોટલે બંને પહોંચ્યા અને બાઈક પરથી મૃતક ઉતરી પાણી પીધું ત્યાં જ આરોપીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હતો.