સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી લોકલ ફોર વોકલની વિભાવનાને પ્રાધાન્ય આપી, મેક ઇન ઇન્ડિયા તેમજ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી પહેલને આગળ વધારી આત્મનિર્ભર ભારત થકી વર્ષ-૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૫ ડિસેમ્બરને ગુરુવારના રોજ સ્વદેશી સાઈક્લોથોન અને તા.૨૮ને રવિવાર રોજ સ્વદેશી રનનું આયોજન કરાયું છે.
આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવો
સ્વદેશી સાઈક્લોથોન અને સ્વદેશી રન નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન છે.ઉપરોક્ત બન્ને કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક શહેરીજનોના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ મારફત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. www.rmc.gov.in ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
સ્વદેશી સાયક્લોથોનો રૂટ
સ્વદેશી સાયક્લોથોન તા.૨૫મી ડિસેમ્બરને ગુરુવારના રોજ સવારે ૬:૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતેથી યોજાશે. જેનો રૂટ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ, જીલ્લા પંચાયત ચોક, ડૉ.યાજ્ઞીક રોડ, ડી.એચ.કોલેજ, મ્યુનિ. કમિશનર બંગ્લો રોડ, ગાર્ડન રોડ, વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, હેમુ ગઢવી નાટ્યગૃહ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ ચોક, કિશાનપરા ચોક, મેયર બંગ્લો, પોલીસ હેડ ક્વાર્ટર થઇને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે.
કુલ અંતર પાંચ કિલોમીટર રહેશે, રજિસ્ટ્રેશન ફ્રી
કુલ અંતર પાંચ કિલોમીટર રહેશે, રજીસ્ટ્રેશન ફ્રી છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે.ભાગ લેનારએ સાયકલ જાતે લાવવાની રહેશે.ભાગ લેનારએ સ્વયં શિસ્તબધ્ધ રીતે સાયકલ ચલાવવાની રહેશે.આ સાયક્લોથોન સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરેલ હોઇ, અગ્રતાક્રમે આવનારને વિજેતા જાહેર કરવામાં આવશે નહિ.સાયક્લોથોનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર પાંચ વ્યક્તિઓને લક્કી ડ્રો મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે સાયકલ ભેટ આપવામાં આવશે.સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરેલ પરંતુ ભાગ ન લેનારનું નામ લક્કી ડ્રોમાં જાહેર થાય તો પણ તે વ્યક્તિ ઇનામને પાત્ર રહેશે નહિ. લક્કી ડ્રોમાં જાહેર થાય ત્યારે જે તે વ્યક્તિ હાજર નહીં હોય તો તેમને બાદ કરી, લક્કી ડ્રો આગળ વધારવામાં આવશે. કુલ પાંચ વ્યક્તિ લક્કી ડ્રો માટે પસંદ કરાશે.સાયક્લોથોનમાં બીમાર વ્યક્તિએ ભાગ લેવો હિતાવહ નથી. તેમજ ૧૨ વર્ષથી નીચેના રજીસ્ટ્રેશન કરી શકશે નહીં.