રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં 603 નંબરના કિશોર ભાલાળાના ફ્લેટમાં આજે સવારે 10.30 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જે છઠ્ઠા અને પાંચમાં માળ સુધી પ્રસરી હતી. આથી ફ્લેટોમાં રહેતા લોકો જીવ બચાવવા માટે વોશરૂમ અને રૂમોની અંદર ફસાઇ ગયા હતા. રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતા સ્ટાફ દોડી ગયો હતો. આગના કારણે બિલ્ડિંગમાં જીવ બચાવવા લોકો કરગરી રહ્યા હતા. આથી ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા લોકોને નીચે ઉતારવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ આ બિલ્ડિંગમાં રહે છે. આ ઘટનામાં એક કરૂણ ઘટના એ છે કે ડિલિવરી કરવા આવેલો એક યુવાન આગની ઝપેટમાં આવી ભડથું થઈ ગયો છે.
મૃતકોની યાદી
1. કલ્પેશ પીઠાભાઈ લેવા (ફર્નિચરના કારીગર)
2. મયુર લેવા (ફર્નિચરના કારીગર)
3. અજય મકવાણા (સ્વિગીનો ડિલિવરી બોય)
અજય એક મહિના પહેલા જ કંપનીમાં જોડાયો હતો
મૃતક અજય મકવાણા સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. એક મહિના પહેલા જ કંપનીમાં જોડાયો હતો. આ બિલ્ડિંગમાં ડિલવરી કરવા ગયો હતો અને આગની ઝપેટમાં આવતા ભડથું થઈ ગયો હતો.
15 વર્ષની દીકરી દાઝી, માતાની વ્યથા
એક નેપાળી પરિવારની 15 વર્ષની દીકરી આ આગમાં દાઝી ગઈ છે. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. તેની માતાએ જણાવ્યું હતું કે, આગ લાગતા જ ગુંગળામણથી તેની દીકરી બેભાન થી ગઈ હતી. આ સિવાય અમારા પરિવારમાંથી એક મહિલા પણ દાઝી ગઈ છે જેને પણ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી. મને બહુ જ ગભરામણ થાય છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હતી
દોઢથી બે કલાક સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સમગ્ર તંત્ર ઘટનાસ્થળે હાજર
ભરત બોઘરાએ જણાવ્યું કે અમે તાત્કાલિક કોર્પોરેશનની ટીમને જાણ કરી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફસાયેલા રહીશોનું રેસ્ક્યુ કરાયું હતું. લગભગ 5થી 6 લોકોને નાની-મોટી ઈજાઓ થઇ છે. મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ આખી ટીમ અમારા સંપર્કમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદીજી, મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
May 03, 2025 04:20 PM17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech