BREAKING NEWS

72 બેઠક હાંસલ કરો; રાજકોટ ભાજપની ઇલેક્શન સ્ટ્રેટેજી મિટિંગમાં ટાર્ગેટ અપાયો

  • March 24, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીને લઇ હવે રાજકોટ શહેર ભાજપે તૈયારી શરૂ કરી છે જેના ભાગરૂપે તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહેલી ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઇ હતી જેમાં ૭૨ બેઠક હાંસલ કરો તેવો એકમાત્ર ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. રાજકોટ ભાજપની ઇલેક્શન સ્ટ્રેટેજી મિટિંગમાં મતદાર યાદીના પેઇજથી લઇ બુથ અને બુથથી લઇ વોર્ડ સુધી માઇક્રો પ્લાનિંગ થકી જીત મેળવવા રણનિતી તૈયાર કરાઇ હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે એ તમામ ૧૮ વોર્ડની ૭૨ બેઠક ઉપરથી ભાજપના જે કોઈ ઉમેદવારો જાહેર થાય તે તમામને જંગી બહુમતી થી જીતાડી નવો ઇતિહાસ રચવા હાંકલ કરી હતી.

રાજકોટ મનપાની આગામી ચુંટણીની સુચારૂ વ્યવસ્થાના ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની આગેવાનીમાં રાજકોટ શહેરમાં રહેતાં પ્રદેશ આમંત્રિત સભ્યો અને પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ મહામંત્રી તેમજ નવનિયુકત તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની સાથે આગામી રાજકોટ મહાપાલિકાની ચુંટણીમાં કરવાની થતી બુથ લેવલની કામગીરી, શકિતકેન્દ્ર હેઠળ થતી કામગીરી સહિતની કામગીરી અંગે આગામી તા.૨૯ માર્ચના રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દરેક વોર્ડમાં બુથ પ્રમુખો, શક્તિકેન્દ્રના સંયોજકો તેમજ દરેક વોર્ડમાં રહેતાં પ્રદેશ હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, સાંસદસભ્યો, પૂર્વ હોદ્દેદારો, રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે ટીફીન બેઠક સહિત યોજવાનું નકકી કરવામાં આવ્યુ છે. અને આગામી સમયમાં બુથ લેવલે શકિતકેન્દ્રોમાં રાત્રી રોકાણ સહિતની બેઠકો પણ યોજવા સુચના આપવામાં આવી હતી.

ઉપરોક્ત બેઠકમાં પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ મંત્રી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ, શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ કિશાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ, રાજકોટ શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ મહાનગરના ચુંટણી વ્યવસ્થા ઇન્ચાર્જ પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, સહ ઈન્ચાર્જ અને પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહ ઇન્ચાર્જ અને પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, સહઈન્ચાર્જ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સહિત તમામ શ્રેણીના રાજકોટ શહેર સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ મહામંત્રી નવનિયુકત મોરચાના પ્રમુખો તથા મહામંત્રીઓ સહિતના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપાલિકાની આગામી ચૂટણીમાં રાજકોટ મહાનગરમાં ભવ્ય જીત મેળવવા માટેનું માઈક્રો પ્લાનિંગ કરી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application