દુબઈ એર શોમાં ભારતનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે થયો હતો. તેજસ ફાઇટર જેટ દુબઈ એર શોમાં તેના સ્ટંટ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાઇલટ કૂદકો મારતો દેખાતો નથી. પરિણામે, પાઇલટના બચવા અંગે શંકાઓ વધી રહી છે. વીડિયોમાં તેજસ ફાઇટર જેટ અચાનક નીચે પડી જાય છે અને નિયંત્રણ મેળવવામાં અસમર્થ દેખાય છે. તેજસ ફાઇટર જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. 2024 માં જેસલમેરમાં પણ તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું.
અકસ્માત દરમિયાન તેજસના પાઇલટનું મૃત્યુ થયાનું જામવા મળ્યું છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટે-ગોટા દેખાતા હતા. આ અકસ્માત બાદ, ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.
દુબઈ એર શોમાં ભારતે અનેક ફાઇટર જેટ પણ પ્રદર્શિત કર્યા હતા, જેમાં એક તેજસ ફાઇટર જેટનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતથી તેજસ ફાઇટર જેટ માટેની ભારતની આશાઓને ફટકો પડ્યો છે, કારણ કે ભારત પણ આ ફાઇટર જેટની નિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનું ઉત્પાદન ભારતીય સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું.
દુબઈમાં વિશ્વભરની એરોસ્પેસ કંપનીઓ ભાગ લીધો
દુબઈ એર શોમાં ઈન્ટરનેશનલ વિમાનોનું પ્રદર્શન કરવામાં આવે છે. અહીં, વિશ્વની અગ્રણી એરોસ્પેસ કંપનીઓ, એરલાઇન્સ, એરફોર્સ અને ટેકનોલોજી કંપનીઓ તેમના નવા વિમાનો, હેલિકોપ્ટર અને હથિયાર સિસ્ટમ અને એરોસ્પેસ ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. દુબઈ એર શો 1989માં શરૂ થયો હતો અને તે દુબઈના અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દર બે વર્ષે યોજાય છે. આ સતત ત્રીજા વર્ષે તેજસે ભાગ લીધો છે.