BREAKING NEWS

ગિરનાર પર્વત ઠંડીથી થીજી ગયો... 8.8. ડિગ્રી તાપામાન નોંધાયું, બંગાળની ખાડીમાં 48 કલાકમાં વાવાઝોડું ઊભું થશે

  • November 25, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નલિયા ડીસા સહિત સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં રહેવા પામ્યો છે. જોકે આજે પણ ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન સિંગલ ડીજીટમાં નોંધાયું છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી રહેવા પામ્યું છે. જૂનાગઢમાં 13.8 અને ભવનાથ તળેટીમાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73% હોવાથી ઠંડીની સાથે ઠાર પણ જોવા મળ્યો હતો.


નલિયામાં આજનું લઘુતમ તાપમાન રાજકોટમાં 13.8, પોરબંદરમાં 14.7, કંડલામાં 17, ભુજમાં 14.6, અમરેલીમાં 14.8, ભાવનગરમાં 18.6, દ્વારકામાં 18, વેરાવળમાં 19.2, અમદાવાદમાં 18.3, વડોદરામાં 19, ડીસામાં 16.5 અને ગાંધીનગરમાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.


બંગાળની ખાડીમાં અંદામાન નજીક સર્જાયેલું લો પ્રેસર હવે 48 કલાકમાં સાયક્લોનિક સ્ટ્રોંમમાં પરિવર્તિત થવાની ચેતવણી આપવામાં આવી છે. આવી જ રીતે બીજું એક લો પ્રેશર આજે સવારે બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં શ્રીલંકા નજીક સર્જાયું છે. આ બંને સિસ્ટમની અસરના કારણે દરિયો તોફાની બન્યો હોવાથી આંદામાન, બંગાળની ખાડી તામિલનાડુ પુડીચેરી શ્રીલંકા અને તેની આસપાસના દરિયામાં આગામી તારીખ 27 સુધી માછીમારોને ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો અત્યારે દરિયામાં હોય તેમને પરત લાવવા માટેના પ્રયાસો પણ જોરદાર વેગે ચાલી રહ્યા છે. અરબી સમુદ્રમાં પણ સાઉથ ઈસ્ટ દિશામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે.


બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશ કર્ણાટકા કેરળ તમિલનાડુ અંદામાન નિકોબાર લક્ષદીપ માં ભારે વરસાદ પડી રહ્યો છે.પવનની ગતિ પ્રતિ કલાકના 50 થી 55 કીલોમીટર આસપાસ રહેવા પામી છે. આગામી ત્રણ દિવસ પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ તથા એફડીઆરએફ ની ટીમોને તાત્કાલિક પોઝિશન સંભાળી લેવા માટે સૂચના આપવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application