લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે .ગઈકાલથી વાતાવરણમાં ફેરફાર આવ્યો છે અને મહતમ તાપમાનમાં વધારો થયા બાદ આજે સવારે લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો છે. ગિરનાર પર્વત અને નલિયા સિવાય બધી જ લઘુતમ તાપમાન ફરી ડબલ ફિગરમાં આવી ગયું છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 7.4 અને નલિયામાં 7.6 ડિગ્રી નોંધાયું છે.
અમરેલીમાં ગઈકાલે 9.7 ડીગ્રી લઘુતમ તાપમાન હતું. તેમાં આજે એક સાથે ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજનું અમરેલીનું લઘુતમ તાપમાન 12.4 ડીગ્રી રહેવા પામ્યું છે. ભુજમાં ગઈકાલે 8.6 ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે 11 ડિગ્રી થઈ ગયું છે. નલિયામાં ગઈકાલે 6 ડિગ્રી હતું તેમાં દોઢ ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજનું નલિયાનું લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી રહેવા પામ્યું છે. રાજકોટમાં આજે 11.1 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલના 10.3 ડિગ્રીની સરખામણી એકાદ ડિગ્રી વધારે છે.
ભાવનગરમાં ગઈકાલે 13.8 અને આજે 15.6, દ્વારકામાં ગઈકાલે 14.2 અને આજે 14.6, કંડલામાં ગઈકાલે 12 અને આજે 12.2, ઓખામાં ગઈકાલે 17.3 અને આજે 18, વેરાવળમાં ગઈકાલે 18.4 અને આજે 18.7, સુરતમાં ગઈકાલે 14.4 અને આજે 16.2, અમદાવાદમાં ગઈકાલે 14.8 અને આજે 16, વડોદરામાં ગઈકાલે 14.2 અને આજે 15, ડીસામાં ગઈકાલે 11.3 અને આજે 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગઈકાલે મહત્તમ તાપમાનમાં એકાએક વધારો શરૂ થઈ ગયો હતો. અત્યાર સુધી 30 ડિગ્રી નીચે મહત્તમ તાપમાન બધી જગ્યાએ હતું તે વધીને ગઈકાલે વડોદરામાં 31.8, રાજકોટમાં 30.3, દમણમાં 31.8, ડાંગમાં 32.1, સુરતમાં ૩૦.૮ અને વેરાવળમાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી તારીખ 15ના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું ઊભું થશે અને ત્યાર પછી 24 થી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ વધશે. પરંતુ આગામી તારીખ 16 સુધી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થશે.
કાલે મકરસંક્રાંતિએ પવનની ગતિ 11 થી 15 કિલોમીટર રહેવાની સંભાવના
મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે આવતીકાલે પવનની ગતિ કેવી રહેશે ? તે બાબતે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલે સરેરાશ 11 થી 15 કિલોમીટરની આસપાસ પવન ફૂકાશે અને તે પતંગ ઉડાડવા માટે સાનુકૂળ રહેશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલે 11 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન રહેશે. મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી જેટલું રહેશે અને તેના કારણે બપોરે ધાબા પર ગરમીનો અહેસાસ ઓછો થશે. ભેજનું પ્રમાણ કાલે સવારે ૬૦ ટકા અને સાંજે ૩૦ ટકા આસપાસ રહેશે.