BREAKING NEWS

રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, ફૂલ 'ડમડમ' હાલતમાં સર્જ્યો પ્રચંડ અકસ્માત

  • December 19, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં એક તરફ દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ દરરોજ ડ્રીંક એન્ડ ડ્રાઇવના ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યાં છે. નશામાં ધૂત લોકો રસ્તા પર વાહનો હંકારીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક કાર ચાલકે નશાની હાલતમાં ગંભીર અકસ્માત સર્જ્યો હતો.


કાર ચાલક એટલી હદે નશામાં હતો કે તે ભાનમાં પણ નહોતો

મળતી માહિતી મુજબ, ગતરાત્રીના સમયે રાજકોટના ઘાંચીવાડ નજીક એક કાર ચાલક ફૂલ 'ડમડમ' (નશામાં ધૂત) હાલતમાં કાર હંકારી રહ્યો હતો. ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ પોલીસ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ કાર ચાલક એટલી હદે નશામાં હતો કે તે ભાનમાં પણ નહોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News