રાજકોટમાં પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ માથાભારે અને લુખ્ખા તત્વો છાસવારે કાયદો હાથમાં લેતા થઈ ગયા છે. ત્યારે આ ઘટનાની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા રાજકોટની ભાગોળે રૈયા રોડ પરશુરામ મંદિર પાસે આવેલા લાઈટ હાઉસમાં રાત્રિના ત્રણ શખસોએ અહીં સોડા બોટલોના છુટા ઘા કરી તોડફોડ કરી આતકં મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી મામલે આ તોડફોડ કરી હોવાનું માલુમ પડું છે. બનાવને લઈ અહીં રહેતા લેટધારકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને લઇ યુનિવર્સિટી પોલીસ તાકીદે બનાવસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ આરોપીઓ પૈકી એક જમાદારનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પરશુરામ મંદિર પાસે આવેલા લાઈટ હાઉસમાં રાત્રિના ત્રણ શખસો સોડા– બોટલોના છુટા ઘા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.
વધુમાં મળતી વિગતો મુજબ,અહીં લેટમાં રહેતા અભિ નામના યુવાન પાસેથી પૈસાની ઉઘરાણી રાત્રિના ત્રણ શખસો અહીં આવ્યા હતા અને તેમણે આ બાબતે ડખો થતા સોડા બોટલોના ઘા કરતા વિસ્તારવાસીઓમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું સોડા બોટલોના ઘા કરાતા અહીં ત્રણેક લેટમાં બારીના કાચ ફટી ગયા હતા બનાવની જાણ થતા યુનિવર્સિટી દોડી ગયો હતો અને આતકં મચાવનાર આ ત્રણેય શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિશેષમાં મળતી વિગતો મુજબ પૈસાની ઉઘરાણી મામલે હત્પમલો કરનાર આ ત્રણ શખસો પૈકી એકનું નામ આસિફ હબીબભાઈ બેલિમ (રહે.રૈયા) હોવાનું અને તેના પિતા રાજકોટ ગ્રામ્ય પોલીસમાં જમાદાર હોવાનું જાણવા મળ્યું છે. યારે અન્ય બેના ચેતન નરેશભાઈ પરમાર અને સાહિલ ગોહેલ હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech