ભારત સરકારે આતંકવાદઓને જડબાતોડ જવાબ આપ્યા છતાં આતંકીઓ જમ્મુ કાશ્મીરની શાંતિને ડહોળવાના એક પણ પ્રયાસ મુકતા નથી. પૃથીના સ્વર્ગ એવા
જમ્મુ કાશ્મીરના અખનૂરમાં આર્મી એમ્બ્યુલન્સ પર ગોળી ચલાવવામાં આવી છે. જો કે તેમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. તેમ છતાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે અને સેનાના જવાનો રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.
જમ્મુના જોગવાનમાં શિવસન મંદિર પાસેના બટ્ટલ વિસ્તારમાં સોમવારે સવારે 7:25 વાગ્યે આ હુમલો થયો હતો. ત્રણથી ચાર આતંકવાદીઓએ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેના પગલે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.
મળતી માહિતી મુજબ, સોમવારે સવારે સેનાની એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં જઈ રહી હતી. ત્યારબાદ આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અહેવાલ છે કે હુમલો સોમવારે (28 ઑક્ટોબર 2024) સવારે 7:25 વાગ્યે જોગવાનમાં શિવસન મંદિર પાસે બટ્ટલ વિસ્તારમાં થયો હતો. ત્રણથી ચાર આતંકવાદીઓએ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech