BREAKING NEWS

અમરેલી નગરપાલિકાના પ્રમુખએ રાત્રે હરિ રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું

  • October 07, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 અમરેલી નગરપાલિકાના મહિલા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા રોડની કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં અને લોકોને ગુણવત્તાયુક્ત રોડ મળી રહ્યો છે કે નહીં તેની તપાસ કરવા રાત્રિના સમયે ખુદ હરિ રોડ પર પહોંચ્યા હતા.
રાત્રે આશરે 11:30 વાગ્યે હરિ રોડ પર પહોંચેલા મહિલા પ્રમુખે ચાલી રહેલા રોડકામનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને રોડની જાડાઈ અને કામગીરીની ગુણવત્તા ચકાસવા માટે તેમણે મેઝર ટેપ લઈને જાતે માપણી કરી હતી.
આ ઉપરાંત મહિલા પ્રમુખે હરિ રોડના વેપારીઓ સાથે પણ સીધી વાતચીત કરી હતી અને રોડકામ અંગે તેમનો અભિપ્રાય જાણ્યો હતો.
“કામ સારું થાય છે કે નહીં” તે જોવા ખુદ મેદાનમાં રાત્રિના સમયે અધિકારીઓ કે કર્મચારીઓના અહેવાલ પર આધાર રાખવાને બદલે નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્થળ પર પહોંચી જાતે કામગીરીની ચકાસણી કરવામાં આવતા વેપારીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
હરિ રોડનું કામ લાંબા સમય બાદ શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રમુખના રાત્રિના સરપ્રાઇઝ ચેકિંગને લઈને પણ વેપારીઓ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application