રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય યશવતં ચંદ્રચુડ રાજકોટ આવી રહ્યા છે. આવતીકાલે સાંજે દિલ્હીથી તે રાજકોટ આવશે અને હિરાસર એરપોર્ટથી સીધા સોમનાથ જવા માટે નીકળી જશે. તેમની સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર પણ દિલ્હીથી આવી રહ્યા છે.
રાજકોટના હીરાસર એરપોર્ટે કાલે સાંજે ૫:૧૫ વાગે તેમનું આગમન થશે અને અહીંથી સીધા સોમનાથ જવા નીકળશે. સોમનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધા બાદ રાત્રી રોકાણ પણ ત્યાં જ કરશે અને બીજા દિવસે સવારે દ્રારિકાધીશના દર્શન કરીને રાજકોટ આવશે.
રાજકોટમાં કાર્યક્રમ બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોષી એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ શનિવારે બપોરે ૧૨– ૧૦ વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચશે અને હોટેલ સિઝન ખાતેના હેલીપેડ પર તેનું આગમન થશે. સિઝન્સમાં થોડું રોકાણ કર્યા પછી તે સીધા જ કાર્યક્રમના સ્થળે બપોરે ૨:૦૦ વાગ્યાની આસપાસ આવી પહોંચશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રચૂડ અને તેમના પત્ની બંને આવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, ગુજરાત સરકારના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાઓ પણ આવી રહ્યા છે. હોટલ સિઝનથી કાર્યક્રમના સ્થળ સુધી રિહરસલ પૂં કરી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
May 15, 2025 12:13 PMદ્વારકા જિલ્લાનાં બાગાયતી ખેતીની વિવિધ યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ શરૂ
May 15, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech