BREAKING NEWS

રાજકોટમાં ૨૬,૦૦૦ રખડું કૂતરા; શહેરમાંથી જ કરાતા ડાઘીયાઓને માધાપરમાં રખાશે

  • January 08, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં એક રખડું કુત પકડી ખસીકરણ કરવાના ૩૧૦૫, રસીકરણના ૩૧૦, પોસ્ટ ઓપરેટિવ કેરના ૧૨૫, ડોગ ફ્રેન્ડલી વર્કના ૧૬૫ મળી પ્રતિ શ્વાન દીઠ ખર્ચ .૪૯૬૪.૭૦ પૈસા મુજબ અમદાવાદની એજન્સી ગોલ ફાઉન્ડેશનને દ્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવાનું મંજૂર કયુ હતું. આ સાથે જ સમગ્ર શહેરમાંથી જ કરાતા કૂતરાઓ માધાપર રાખવા દોઢ કરોડના ખર્ચે લોખંડના પાંજરા અને સ્ટાફ કવાર્ટર્સ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. આ સાથે જ હવે રાજકોટમાં કત ૨૬,૦૦૦ રખડું શ્વાનો જ હોવાનો આશ્ચર્યજનક દાવો રજૂ કર્યેા હતો.
દરમિયાન ઉપરોકત દરખાસ્તો મંજૂર કર્યા બાદ રાજકોટ શહેરમાં શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધી રસીકરણ તથા ડોગ ફ્રેન્ડલી કામગીરી કરવાના કામનો કોન્ટ્રાકટ બાબત મહાપાલિકા તંત્રએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, એનિમલ બર્થ કંટ્રોલ લ્સ–૨૦૨૩ મુજબ શ્વાનને સ્થળાંતર કરી શકાતા નથી.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સઘન શ્વાન વ્યંધિકરણ કામગીરી વર્ષ ૨૦૦૮થી ચાલુ કરવામાં આવેલ છે. અત્યાર સુધિમાં ૮૪,૪૫૭ શ્વાનોનું શ્વાન વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ફરીથી હડકવા વિરોધિ રસીકરણની કામગીરી વર્ષ ૨૦૧૬થી ચાલુ કરવામાં આવેલ છે. અત્યાર સુધિમાં ૧,૧૧,૦૨૫ શ્વાનોને ફરીથી હડકવા વિરોધિ રસીકરણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં ૯૦ ટકાથી વધુ શ્વાનો વ્યંધિકરણમાં આવરી લીધેલા શ્વાનો છે.રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૦૮માં ૪૦,૦૦૦થી ૪૫,૦૦૦ જેટલા રખડતા શ્વાનોની સંખ્યાનો અંદાજ હતો. રાજકોટ મહાનગરપાલિકા વર્ષ ૨૦૨૪માં રાજકોટ શહેરમાં રખડતા શ્વાનોની સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. ઉકત શ્વાનનો સર્વેની કામગીરીના રીપોર્ટ મુજબ રાજકોટ શહેરમાં અંદાજીત કુલ ૨૬, ૦૦૦ રખડતા શ્વાનની સંખ્યા નોંધાયેલ છે. ગુજરાત રાયના અન્ય અન્ય મહાનગરપાલિકાઓ કરતા રાજકોટમાં શ્વાનની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળેલ છે.
શ્વાન વ્યંધિકરણ વિનાના શ્વાનોની સંખ્યા ઓછી છે. હવે વ્યંધિકરણમાં આવરવાનાં બાકી શ્વાનો પકડવા વધુ મુશ્કેલ છે.રાજકોટ શહેરમાં ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓ કરતા સવિશેષ શ્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધિ રસીકરણની કામગીરી થયેલ છે.શ્વાનોનાં પ્રશ્નનાં નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા (૧) શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા માટે શ્વાન વ્યંધિકરણ કામગીરી (૨) હડકવાને કાબુમાં લેવા માટે અગાઉ શ્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધિ રસીકરણ કરેલ શ્વાનને ફરીથી હડકવા વિરોધિ રસીકરણની કામગીરી (૩) અવારનવાર કરડતા શ્વાનને ફ્રેન્ડલી કરવા માટે ડોગ ફ્રેન્ડલી કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા તથા હડકવાને કાબુમાં લેવા તથા અવારનવાર કરડતા શ્વાનને ફ્રેન્ડલી કરવા માટે શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધિ રસીકરણ તથા ડોગ ફ્રેન્ડલી કામગીરી માટે સંસ્થા ગોલ ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા હાલ કામગીરી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application