દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલી બ્રિકસ સમિટના સમાપન સત્રમાં ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગે એક સંકલિત બજાર બનાવવા અને ઓપન–સોર્સ એઆઈ પ્લેટફોર્મ વિકસાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. જેનો એક અર્થ એ પણ ખરો કે બ્રિકસની આડમાં ચીની વસ્તુઓ, એઆઈનું વર્ચસ્વ વધારવાની તેની યોજના ખરી અને ચીનના આવા વલણ અંગે ભારત સાવધ છે ખં. ચીન આગામી બ્રિકસ સમિટની અધ્યક્ષતા કરવા માટે તૈયાર છે તે જોતાં, એવું માનવામાં આવે છે કે શી જિનપિંગ આગામી વર્ષના મુખ્ય કાર્યસૂચિમાં આ મુદ્દાઓને સમાવવાનો પ્રયાસ કરશે.જોકે, ભારતીય નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો ચીન તરફથી આ પહેલ અંગે સાવધ છે, અને આ પ્રસ્તાવ ભારતમાં વધુ ઉત્સાહ પેદા કરે તેવી અપેક્ષા નથી.બ્રિકસ લાંબા સમયથી મુકત વેપાર ક્ષેત્ર બનવાથી દૂર છે. જો બજારોને ટેરિફ ઘટાડીને એકીકૃત કરવામાં આવે છે, તો તે રક્ષણાત્મક પગલાં વિના ચીની વસ્તુઓ અને કંપનીઓ માટે ભારતીય બજારો ખોલશે. આનાથી ભારતના સ્થાનિક ઉધોગ અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસને નોંધપાત્ર નુકસાન થવાની ધમકી છે.ભારતે હંમેશા ચીની રોકાણો પર કડક નજર રાખી છે અને ઉધોગોના દબાણ છતાં સુરક્ષા નિયમો હળવા કર્યા નથી..