BREAKING NEWS

ગુજરાતમાં ગરમીનું હવામાન ખાતાએ જાહેર કર્યું એલર્ટ, કાલથી ચારથી છ ડિગ્રીનો થશે વધારો

  • April 09, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થવાને છેલ્લા થોડા દિવસોથી બ્રેક લાગી હતી પરંતુ હવે આવતીકાલથી ગુજરાત સહિત દેશના સાત રાજ્યોમાં ગરમીનું પ્રમાણ સતત એક સપ્તાહ સુધી વધશે એવું એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે.


હવામાન ખાતાએ ગુજરાત ઉપરાંત જે રાજ્યો માટે ગરમીના પ્રમાણમાં વધારો થવાનું એલર્ટ આપ્યું છે તેમાં તમિલનાડુ પુડીચેરી કેરલા ગોવા ઓડીસા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તમિલનાડુ પુડીચેરી કેરલા ઓડિશા અને કર્ણાટકમાં આજથી જ ગરમી વધી જશે. જ્યારે ગુજરાતમાં તારીખ 11 થી 19 દરમિયાન ગરમીનું જોર વધુ રહેશે. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજના પ્રમાણમાં જોરદાર વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.


ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં ગઈકાલે એકાએક બે ડિગ્રી જેટલો વધારો થયો છે અને ગઈકાલે ભાવનગરનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતું. અમરેલીમાં 35.9 ભુજમાં 35.6 રાજકોટમાં 36.3 ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે. આજે સવારે વેરાવળમાં 80 ઓખા અને પોરબંદરમાં 74 અમરેલીમાં 80 દીવમાં 76% ભેજ જોવા મળ્યો છે નોંધાયો છે. રાજકોટમા સૌથી વધુ 83 ટકા ભેજ નોધાયો છે. વેરાવળ અમરેલી ભાવનગર સુરત દ્વારકા અને રાજકોટના આજે પણ આકાશમાં ભેજવાળા વાદળો છૂટાછવાયા જોવા મળ્યા છે.


માવઠાને કારણે ગરમીના પ્રમાણમાં ખાસ વધારો થયો નથી પરંતુ હવે આવતીકાલથી એક સપ્તાહ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય તેવું લાગે છે. ઉનાળાની શરૂઆતમાં ફેબ્રુઆરી માસમાં કાળઝાળ ગરમી પડી હતી પરંતુ માર્ચ માસમાં અને એપ્રિલ માસમાં અત્યાર સુધી ગરમીનું જોર એવરેજ રહ્યું છે. હવે ફરી ગરમીનો વધુ એક રાઉન્ડ આગામી દિવસોમાં આવી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application