BREAKING NEWS

વંદે માતરમ્ ગાનથી રાજકોટ મહાપાલિકા કચેરી ગુંજી ઉઠી

  • November 07, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્@ ૧૫૦ની ઉજવણીના ભાગરૂપે આજ તા.૭-૧૧-૨૦૨૫ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વક્તવ્ય તેમજ વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતના સમુહ ગાનનો કાર્યક્રમ યોજાયો હતો તથા સ્વદેશી શપથ લેવામાં આવ્યા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્ શસ્યશ્યામલામ્ માતરમ્ વંદે માતરમ્... આ માત્ર શબ્દો નથી, પણ ભારતીયતાનો આત્મા છે. આજે આપણે એ જ અમર રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્ની રચનાના ૧૫૦મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આ ગીત માત્ર એક ગીત નથી, પરંતુ તે આપણી માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, ભક્તિ અને સમર્પણનો પવિત્ર મંત્ર છે.વંદે માતરમની રચના મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઈ.સ. ૧૮૭૫માં કરી હતી અને તેને તેમની પ્રખ્યાત નવલકથા 'આનંદ મઠ' (ઈ.સ. ૧૮૮૨)માં સ્થાન આપ્યું હતુ

ઉપરોક્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તથા અધિકારી-કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application