BREAKING NEWS

દિવાળી બાદ રાજ્ય મહેસુલપંચની કચેરી ગોતા સ્થિત સ્થળાંતરિત થશે

  • October 10, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય મહેસુલ પંચની કચેરી દિવાળી બાદ નવા મકાનમાં સ્થળાંતર કરશે ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદની કચેરી ગોતા ખાતેનાં નવીન મકાનમાં કાર્યરત થનાર છે. ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદની કચેરીનુ ગોતા ખાતેનાં નવા મકાનનાં બાંધકામની કામગીરી પૂર્ણ થતા નવા મકાનનું ઈ-લોકાર્પણ કરવામાં આવેલ છે. જે અન્વયે ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદની કચેરી કે જે હાલમાં ડી૧, બહુમાળી ભવન,લાલ દરવાજા, અમદાવાદ ખાતે કાર્યરત છે

હવે કચેરી નવા મકાનમાં તા. ૨૭/૧૦/૨૦૨૫નાં રોજથી કાર્યરત થનાર છે. જેથી ભવિષ્યમાં કચેરી સાથેનાં તમામ પ્રકારનાં પત્રવ્યવહાર નીચે દર્શાવેલ સરનામે કરવાનાં રહેશે.જેની જાણ થવા વિનંતી છે. "ગુજરાત મહેસૂલ પંચ” સોલા ભાગવત વિધાપીઠની સામે, સોલા પોલીસ સ્ટેશનની પાછળ, નારાયણ બંગ્લોઝની સામે, ગોતા, અમદાવાદ ખાતે કાર્યરત થશે.

અહીં નોંધવું જરૂરી છે કે અમદાવાદના ગોતા વિસ્તારમાં 26.11 કરોડ રૂપિયાના ખર્ચે નવી મહેસુલ કચેરી તત્કાલીન મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ 2021મા કર્યું હતું. આ કચેરી નું નિર્માણ કાર્ય પૂરું થતાં તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News