જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયાએ તેઓની ટીમને સુચના આપેલ હોય જેથી એલ.સી.બી.પો.સ.ઈ. સી.એમ.કાટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા તાલુકા વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બીના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. જે હકિકતના આધારે જોડીયા તાલુકાના બાલાચડી ગામના પાટીયા પાસે રોડ ઉપર ઉભેલા જોડીયા પોલીસ સ્ટેશનના ૨૦૦૮ની સાલના ચોરીના ગુન્હાના ફરારી આરોપી મધ્યપ્રદેશના વતની રીછુભાઇ ઉર્ફ રીચુભાઇ નથુભાઇ માવડા જાતે ભીલ આદીવાસી (ઉ.વ.૪૯)ને ઝડપી લઈ આગળની તપાસ થવા જોડીયા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.