BREAKING NEWS

ટાઢાબોળ પવનના કારણે કડકડતી ઠંડીમાં થયો વધારો, ગિરનાર પર્વત પર 8.4 ડિગ્રી

  • December 17, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુતમ તાપમાનના પ્રમાણમાં અમુક જગ્યાએ સામાન્ય વધારો થયો છે અને અમુક જગ્યાએ સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ આમ છતાં ટાઢાબોળ બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. અત્યારે પ્રતિ કલાકના 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે.


આજે ગિરનાર પર પર્વત પર લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું હતું.વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% રહેવા પામ્યું હતું. જૂનાગઢમાં 13.4 અને ભવનાથ તળેટીમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું હતું.


રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 15.3 ડિગ્રી હતું જ્યારે આજે 14 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં ગઈકાલે 12.9 અને આજે 13.9 વેરાવળમાં ગઈકાલે 18.1 અને આજે 18.4 ભુજમાં ગઈકાલે 14.4 અને આજે 13.8 ભાવનગરમાં ગઈકાલે 18 અને આજે 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


અમરેલીમાં ગઈકાલે અને આજે એક સરખું 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ડીસામાં બે ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજે 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે દ્વારકામાં ગઈકાલે 19.2 અને આજે 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે ગાંધીનગરમાં આજનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી છે જે ગઈકાલ કરતા બે ડિગ્રી જેટલું ઓછું છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાનના પ્રમાણમાં ખાસ વધઘટ થશે નહીં પરંતુ આગામી 48 કલાક પછી તાપમાન થોડું ઊંચકાશે.


તાપમાનમાં સામાન્ય વધારો થયો હોવા છતાં તેની અસર ખાસ જોવા મળતી નથી અને બરફીલા પવનના કારણે ઠંડી વધુ અનુભવાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા તથા વરસાદ પડે છે. આવતીકાલે વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેના કારણે બરફ વર્ષા અને વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application