આખરે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ચુકી છે. નવા વર્ષ કરતા પણ વધારે લોકો ૨૨ જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા હતા. આજે સમગ્ર અયોધ્યા નગરી રામમય બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો ખોલ્યા બાદ જે બાદ રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવ્યો હતો જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે. વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્રારા રામલલ્લાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. રામલલ્લાના ગર્ભગૃહને હજારો ફલોથી શણગારવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગને સૂર્ય–થીમ આધારિત સૂર્ય સ્તંભોથી શણગારવામાં આવ્યા છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગેા પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ થાય છે. દરેક અયોધ્યાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech