ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી સરબજોતસિંહ સાથે મળીને તેણે ફરીથી 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત જેવેલિન થ્રૉમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો તેમજ ભારતીય હૉકી ટીમે બ્રૉન્ઝ જીત્યો છે.
પણ શું તમે જાણો છો? ઓલિમ્પિક મેડલ જીતવા બદલ વિશ્વભરના દેશો તેમના ખેલાડીઓને કેટલા ઈનામો આપવામાં આવે છે.
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા પોતાના ખેલાડીઓને ઓછામાં ઓછા 33 દેશો રોકડ પુરસ્કાર આપે છે. ભારતના રમત મંત્રાલયે 2019માં જાહેરાત કરી હતી કે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારી ભારતીય ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારાને 50 લાખ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને 30 લાખ રૂપિયા આપવામાં આવશે.
કયો દેશ સૌથી વધુ આપે છે ઇનામી રકમ ?
ઓલિમ્પિક મેડલ વિજેતાઓને સૌથી વધુ ઈનામ આપનારો દેશ હોંગકોંગ છે. હોંગકોંગ જે ચીનથી સ્વતંત્ર રીતે ઓલિમ્પિકમાં ભાગ લે છે. ગૉલ્ડ મેડલ માટે આશરે 6.3 કરોડ રૂપિયા ચૂકવે છે. હોંગકોંગ તેના એથ્લેટ્સને સિલ્વર મેડલ માટે આશરે 3.1 કરોડ રૂપિયા આપે છે, જે ખરેખરમાં એક મોટી રકમ છે.
ઇઝરાયેલ લગભગ 2.2 કરોડ રૂપિયાના ગૉલ્ડ મેડલ ઇનામ સાથે બીજા સ્થાને છે. જ્યારે સર્બિયા આશરે 1.8 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે. આ બંને દેશોના ખેલાડીઓએ 2021 ટોક્યો ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યા હતા.
ન્યૂઝીલેન્ડ તેના ગૉલ્ડ મેડલ વિજેતાઓને આગામી ઓલિમ્પિક સુધી દર વર્ષે આશરે 33 લાખ રૂપિયાનું બૉનસ આપે છે. ડેનમાર્ક, જે વિશ્વમાં સૌથી વધુ કર દરો ધરાવે છે, તે ગૉલ્ડ મેડલ જીતવા બદલ અંદાજે 12 લાખ રૂપિયાનું કરમુક્ત પુરસ્કાર ઓફર કરે છે.
કેટલાક દેશો એવા છે કે જેઓ તેમના રમતવીરોનું સન્માન કરવા માટે માત્ર નાણાકીય પુરસ્કારોથી આગળ વધે છે.
જો કે, બધા દેશો મેડલ જીતવા માટે રોકડ પુરસ્કારો ઓફર કરતા નથી. નોર્વે, આઈસલેન્ડ અને સ્વીડન જેવા દેશો ઓલિમ્પિક પહેલા તેમના રમતવીરોને આર્થિક પુરસ્કાર આપવાને બદલે મદદ કરે છે.
પોલેન્ડમાં કોચને પણ ખેલાડીઓ જેટલો જ પુરસ્કાર મળે છે. પોલેન્ડની ઓલિમ્પિક સહભાગિતાના 100 વર્ષની ઉજવણી કરવા માટે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતાઓને વોર્સોમાં બે બેડરૂમનો એપાર્ટમેન્ટ પણ આપવામાં આવશે, જ્યારે ટીમ ઈવેન્ટ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારને એક બેડરૂમનો ફ્લેટ આપવમાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech