રાજકોટ શહેરના હરિહર સોસાયટીમાં પોતાના ઘરે આપઘાત કરનાર પૂર્વ ક્રિકેટરના સાળા જીત પાબારીને 2014માં ફેસબુકના માધ્યમથી એક યુવતી સાથે કોન્ટેક્ટ થયો હતો અને બંને વચ્ચે પ્રેમ પાંગરિયા બાદ યુવતી સાથે લગ્નની પ્રોમિસ આપ્યા બાદ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ જીતે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા ભોગ બનનાર યુવતીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આત્મહત્યા કરનાર જીત પાબારી સામે દુષ્કર્મ ગુજાર્યાના અક્ષેપો કર્યા હતા એટલું જ નહીં યુવતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી તો પોલીસે પણ સાત દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હતા અને આ પ્રકરણ મીડિયામાં ન આવે તે માટે દબાણ કર્યાના જે તે વખતે પોલીસ સામે પણ આક્ષેપો થયા હતા.
ત્યારબાદ જીત પાબારી સામે પોલીસે 26 નવેમ્બર 2024ના વર્ષમાં યુવતીની ફરિયાદ પરથી દુષ્કર્મ અને ધમકીની કલમો હેઠળ જીત સામે ગુનો દાખલ કર્યો હતો આ ઘટનાએ તે સમયે શહેરભરમાં ચકચાર જગાવી હતી.
જીત છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં રહેતો હોવાનું સામે આવ્યું
હરિહર સોસાયટીમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લેનાર જીત એ આવું પગલું કેમ ભર્યું? પગલું ભરવાનું કારણ શું સહિતના મુદ્દા તપાસનો વિષય બની ગયો છે પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી જીત ખૂબ ડિપ્રેશનમાં રહેતો હતો જેના કારણે તેણે આ પગલું ભરી લીધું છે તેવું ચર્ચા રહ્યું છે.
જીત સટ્ટામાં મોટી રકમ હારી ગયાની પણ જોરદાર ચર્ચા
પૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સગાસાળા એવા જીત પાબારીએ આત્મહત્યા કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે શહેરભરમાં એક જ સવાલ ઊભા થયા છે કે આપઘાત શા માટે કર્યો? તો બીજી તરફ એવું પણ લોક મુખે ચર્ચા વહેતી થઈ છે કે જીત સટ્ટો રમતો હોવાનું અને સટ્ટામાં મોટી રકમ હારી ગયો હોય જેના કારણે તો આ પગલું ભર્યું નથી ને? આવી ચર્ચાએ પોલીસ માટે આ બનાવ તપાસનો વિષય બની ગયો છે.
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ આજરોજ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. અત્રે એ નોંધનીય છે કે, આપઘાત કરનાર જીત પાબારી સામે ગત તા. 26/11/2024ના યુવતીએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આજે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ત્યારે ફરિયાદ નોંધાવાની તારીખના ચોક્કસ એક વર્ષ બાદ જીતે આજરોજ આ પગલું ભરી લીધું હોય ત્યારે આ બંને બાબતો વચ્ચે કોઈ સંયોગ છે કે, બીજું કંઈ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
બે બહેનના એકના એક ભાઈને ગુમાવતા પાબારી પરિવારમાં
શહેરના અમીનમાર્ગ પર હરિહર સોસાયટીમાં રહેતા જીત પાબારી(ઉ.વ. ૩૦) એ આજરોજ ઘરે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જીત બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના આપઘાતથી પાબારી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.