વીંછિયાના પીપરડીમાં મોટા ભાઇએ નાના ભાઇ પર પથ્થરથી હુમલો કર્યો

  • June 11, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયાના પીપરડી ગામે વારસાઇ જમીનના ભાગ મુદ્દે ચાલતી તકરાર સબબ નાના ભાઇ પર મોટા ભાઇએ હુમલો કરી પથ્થર મારી દેતા યુવાનને ઇજા પહોંચી હતી. જે અંગે વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.

વિંછીયા તાલુકાના પીપરડી ગામે રહેતા ખેડૂત શૈલેષભાઇ નકાભાઇ કાગડીયા(ઉ.વ ૩૨) એ વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ સગા મોટાભાઈ ભરત નકાભાઈ કાગડિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. તા. ૧૦/૦૬/૨૦૨૫ ના સવારના દસેક વાગ્યે તે બાઇક પર સીંગદાણાના કોથળા લઇને પીપરડીની સીમમા મોઢુકાના રસ્તે આવેલ વાડીએથી મોટા કંધેવાડીયા ગામની ધાણીએ તેલ કઢાવવા જતો હતો. ત્યારે મારા મોટા ભાઈ ભરતભાઇ નકાભાઈ કાગડીયા રસ્તામા ખરાબો અને ખેતીની જમીન હોય ત્યાં સેઢા પાસે ઉભા હતા. તેનું વાહન સાયકલ આડુ મુકીને રોકતા યુવાને પોતાનું બાઇક ઉભુ રાખી દીધું હતું. બાદમાં ભરત પથ્થર લઈને મારવા દોડતા પથ્થરનો ઘા યુવાનને ડાબા પગમા લાગ્યો હતો. જેથી તે બાઇક ત્યાં જ મુકીને બાજુની વાડીમા ભાગ્યો હતો.

બાદમાં ભરત કુહાડો લઇને આવેલ અને યુવાનના બાઇક પર ઘા મારી તોડફોડ કરી હતી. ત્યારબાદ મારૂ મોટર સાયકલ, મગફળીના બે કોથળા, એક ખાલી તેલનો ડબો વાડીના કુવામાં નાખી દીધો હતો.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ખેતીની વારસાઈ જમીનના ભાયુભાગ પડેલ ન હોય જે બાબતનો ખાર રાખી મારા ભાઈ ભરતે હુમલો કર્યો હતો. જે અંગે વીંછિયા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application