રેલનગરમાં મહર્ષિ દયાનંદસરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે રહેતા વિપ્ર પરિવારના મકાનમાં આગ લાગી હતી. પરિવાર ૧૪ દિવસથી હરિદ્વાર જાત્રાએ ગયા હતાં.
ગત મોડી રાતે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોય તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગડની ટીમે અહીં આવી જોતા ઘરમાં આગ લાગી હોવાનું જણાતાં ફાયર હાઈડ્રોન સીસ્મટની મદદથી અને પાણીનો મારો અંદાજિત અડધો કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી. આગની આ ઘટનાને લઇ આસપાસ રહેતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતાં.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુબજ, રેલનગર કર્ણાવતી સ્કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. બી-૬૦૮માં રહેતાં ગમનભાઈ રતિલાલ દવે (ઉ.વ.૭૮) તેમના પરિવારજનો સાથે રહે છે. ચૌદ દિવસ પહેલા ગમનલાલ દવે અને પરિવારના સદસ્યો ઘરને તાળા મારી હરિદ્વારની જાત્રાએ ગયા હતાં. ગત રાત્રીના સાડા અગીયારેક વાગ્યે તેઓ પરત આવતા ઘરે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોઈ આગ લાગ્યાનું જણાતાં ૧૧૨માં જાણ કરતા ત્યાંથી રાજકોટ ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો.
ફાયર બ્રિગેડની ટીમે તુરંત પહોંચી છઠ્ઠ માળે લાગેલી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી અધડો કલાકમાં આગ સંપુર્ણ કાબુમાં આવી ગઇ હતી. મકાનમાલિક ગમનભાઈ દવેના કહેવા મુજબ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાની શંકા છે. બીજા રહેવાસીઓના કહેવા મુજબ બે દિવસ પહેલા લાઈનમાં ધડાકા થયા હતાં. આ પછી અમારા ઘરમાં ડીસી સ્વીચમાં સ્પાર્ક થવાને કારણે તણખા નીકળ્યા હોઈ કદાચ તેના કારણે આગ લાગી હશે.
આ આગમાં ઘરવખરી, શેટી, ગાદલા ગોદડા એમ બધુ જ બળી ગયું હોઈ મોટી નુકસાની થઈ છે. આગની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.