BREAKING NEWS

પેટ્રોલ નિકાસ પર ટેક્સ રૂ. ૨.૫૦ અને ડીઝલમાં રૂ. ૮.૫૦ થયો, સરકારે મોડી રાત્રે વિન્ડફોલ ટેક્સના નવા દરો જાહેર કર્યા

  • October 16, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ ઉપર લાગતા વિન્ડફોલ ટેક્સની દરોમાં મોટો ફેરફાર કર્યો છે. પેટ્રોલની નિકાસ ઉપર હવે પ્રતિ લિટર રૂ. ૨.૫૦ વિન્ડફોલ ટેક્સ લાગશે, જ્યારે ડીઝલની નિકાસ ઉપરનો ટેક્સ રૂ. ૧૬ પ્રતિ લિટરથી ઘટાડીને રૂ. ૮.૫૦ કરવામાં આવ્યો છે. નવી દરો ૧૬ ઓક્ટોબરથી અમલમાં આવી ગઈ છે.

પેટ્રોલની નિકાસ ઉપરનો ટેક્સ અગાઉના સ્તરથી રૂ. ૨ વધારવામાં આવ્યો છે. તેની સામે ડીઝલ ઉપરના નિકાસ કરમાં રૂ. ૭.૫૦નો મોટો ઘટાડો થયો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફની નિકાસ ઉપર લાગતા કરમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મહત્વની વાત એ છે કે આ નિર્ણયનો અર્થ ભારતમાં પેટ્રોલ અને ડીઝલ આજથી મોંઘાં થઈ જશે એવો નથી. આ ફેરફાર નિકાસ ઉપરના વિન્ડફોલ ટેક્સમાં થયો છે. સ્થાનિક વેચાણ માટેના પેટ્રોલ અને ડીઝલ ઉપરના હાલના કરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવના આધારે સામાન્ય રીતે દર પંદર દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. તેનો મુખ્ય હેતુ ભારતીય કંપનીઓ માટે નિકાસના નફા અને દેશમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ રહે તે બંને વચ્ચે સંતુલન જાળવવાનો છે.

ભારતે જુલાઈ ૨૦૨૨માં પ્રથમ વખત પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ ઉપર વિન્ડફોલ ટેક્સ લાગુ કર્યો હતો. બાદમાં તે પાછો ખેંચાયો હતો, પરંતુ ૨૦૨૬માં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં થયેલી તેજી બાદ ફરી અમલમાં લાવવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application