ગુજરાતમાં ચાઈલ્ડ પ્રોટેકશન પોલિસીનો ડ્રાફટ તૈયાર છે અને માત્ર મંજૂરી બાકી હોવાનું રાય સરકારે હાઇકોર્ટ સમક્ષ કબુલાત કરી છે .હાલ ચાઈલ્ડ પ્રોટેકશન પોલિસી યુનિસેફને તેના સૂચનો માટે મોકલી આપવામાં આવી છે. જેના કારણે પોલીસી વધુ મજબૂત બની શકે આ ઉપરાંત બાળકોના હકકો ને લઈને હાઇકોર્ટ દ્રારા સરકારને ટકોર કરવામાં આવી છે કે , પ્રોટેકશન ઓફિસરને ટ્રેનિંગ આપવી પણ એટલી જરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં બચપન બચાઓ આંદોલન સંસ્થાએ જાહેરહિતની અરજી દાખલ હતી. જેમાં સંસ્થા દ્રારા બાળકોના હકકોને લઈને સુપ્રીમ કોર્ટના અમલીકરણ રાય સરકાર દ્રારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી આ રિટની સુનાવણીમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે,ગુજરાતમાં ચાઈલ્ડ પ્રોટેકશન પોલિસીનો ડ્રાટ તૈયાર થઇ ગયો છે અને માત્ર એની મંજૂરી બાકી છે. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,ચાઇલ્ડ પ્રોટેકશન ઓફિસરને ટ્રેનિંગ પણ આપવી જોઇએ.
બચપન બચાવો સંસ્થાએ કરી બાળકોના નિર્દેશોનું હતી. હોય છે. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે. કમિશન રાયમાં બાળકોને લગતા કાયદાઓના અમલીકરણ અને ચાઈલ્ડ પ્રોટેકશન ઇન્સ્િટટૂટ ઉપર દેખરેખ રાખે છે. દર ૧૨ મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે છે,આ કેસની સુનાવણીમાં અરજદારે જણાવ્યું હતું કે ચાઇલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી.
સરકારી વકીલે કહ્યું હતું કે આગામી સમયમાં રાય સરકાર દ્રારા ચાઈલ્ડ પ્રોટેકશન પોલિસી જાહેર થશે. કોર્ટે કહ્યું હતું કે કમીશન ફકત પેપર ઉપર નહી, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એકટના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ બહત્પ જરી છે. જેનો રીપોર્ટ નેશનલ ચાઈલ્ડ રાઇટ કમીશન રાય સરકારને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર રાય સરકાર કમિશનની કામગીરી પર દેખરેખ રાખે છે ગત સુનવણીમાં સરકારે જણાવ્યું હતું કે કમિશનની રચના કરી દેવામાં આવી છે. એક ચેરમેન અને છ સભ્યોની નિયુકિત ક૨વામાંઆવીછે.ચેરમેન ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે. આ અરજીમાં વર્તમાનમાં ચાઈલ્ડ પ્રોટેકશન પોલિસી, બાળકોની પરિસ્થિતિનું સોશિયલ ઓડિટ અને તે તેમજ ડિસ્ટિ્રકટ લેવલના રાઇટ કમિશન ઉપર ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાય સરકારે જણાવ્યું હતું કે ચાઈલ્ડ પ્રોટેકશન પોલિસી યુનિસેફને તેના સૂચનો માટે મોકલી આપવામાં આવી છે. હાઇકોર્ટે સૂચના આપી હતી આ પોલિસી બનાવવા માટે સંબંધિત હિત માટે કામ કરતી સંસ્થાઓના સૂચન લેવા જોઈએ અને મજબૂત પોલિસી બનાવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech