છેલ્લા કેટલાક વર્ષેાથી પૃથ્વી પરના ઘણા દેશો ગ્લોબલ વોમિગના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. પણ પહેલાં એવું નહોતું, હવામાન ચક્ર પ્રમાણે શિયાળો, ઉનાળો અને વરસાદની ઋતુ રહેતી અને ઉનાળાના મહિનાઓમાં પણ એટલી ગરમી ન હતી. પરંતુ પૃથ્વીના વધતા તાપમાને હવે તેની ગરમીથી વિશ્વને ચેતવણી આપી છે કે આબોહવા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને યુરોપિયન કલાઈમેટ મોનિટર એજન્સી કોપરનિકસ કલાઈમેટ ચેન્જ સર્વિસના રિપોર્ટ દ્રારા આ વાતને વધુ સમર્થન આપવામાં આવ્યું છે. જેમાં કહેવાય છે કે ફેબ્રુઆરીનો છેલ્લો મહિનો સમગ્ર વિશ્વમાં વર્ષનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર પૃથ્વી પર તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે અને ૧૨૩ વર્ષમાં ફેબ્રુઆરી સૌથી ગરમ મહિનો રહ્યો છે.
એજન્સીનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં આ ભારે ગરમી નોંધાઈ છે. તે સતત નવમો મહિનો છે યારે સમગ્ર પૃથ્વી પર રેકોર્ડ ઉંચુ તાપમાન નોંધાયું હતું. ગયા વર્ષે આખી દુનિયાએ તોફાન, દુષ્કાળ અને પૂરનો પ્રકોપ જોયો હતો. જે અલ નીનોને કારણે થયું હતું.આ રિપોર્ટના સંદર્ભમાં કોપરનિકસ કલાઈમેટ ચેન્જ સર્વિસએ ગયા મહિને કહ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ સુધી પૃથ્વીએ સતત ૧૨ મહિના સુધી પ્રી–ઔધોગિક યુગ કરતાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાનનો સામનો કર્યેા છે. જે હજુ પણ ચાલુ છે અને ૨૦૨૪ની શઆતમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલા તાપમાને પણ તેની પુષ્ટ્રિ કરી છે. ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલું તાપમાન ૧૮૫૦–૧૯૦૦ની સરખામણીમાં લગભગ ૧.૭૭ ડિગ્રી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં સાઈબેરિયાથી લઈને દક્ષિણ અમેરિકા સુધી પૃથ્વીના ઘણા ભાગોમાં તાપમાનમાં વધારો થયો હતો અને યુરોપમાં પણ રેકોર્ડ પર સૌથી વધુ શિયાળાની ગરમી નોંધાઈ હતી.
આ વખતે ફેબ્રુઆરીમાં તાપમાન છેલ્લા બે શિયાળા કરતાં વધુ હતું. આમાં દરિયાની સપાટીના તાપમાનનો પણ સમાવેશ થાય છે, અને માત્ર ફેબ્રુઆરી એ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ જ નહોતો, પરંતુ તેણે ઓગસ્ટ ૨૦૨૩માં સેટ કરેલા રેકોર્ડને પણ તોડો હતો. યુરોપિયન યુનિયનની આબોહવા એજન્સી કોપરનિકસે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૪માં સરેરાશ તાપમાન ૧૩.૫૪ ડિગ્રી સેલ્સિયસ હતું, જેણે ૨૦૧૬ના જૂના રેકોર્ડને લગભગ આઠ ડિગ્રી સેલ્સિયસ તોડી નાખ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMસોખડા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોએ કારને હડફેટે લેતા આધેડનું મોત
May 03, 2025 11:20 AMજી.જી. હોસ્પીટલના જુના બિલ્ડીંગમાં સાયબર અવેરનેશ પોસ્ટર લગાવાયા
May 03, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech