BREAKING NEWS

જામનગર : એમ.પી.શાહ કોલેજમાં આવેલા ૧૪ માનવ દેહોના અવશેષોની અંતિમ વિધી થઇ

  • January 13, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં આવતા માનવ દેહોનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે સમયાંતરે તેમના દેહના અવશેષોને શાસ્ત્રોકત વિધીથી સ્મશાનમાં લાવી અગ્નિદાહ આપવામાં આવે છે. ત્યારે ૧૪ જેટલા માનવ દેહોના અવશેષોને આજે સવારે માણેકબાઇ સુખધામ ખાતે લાવવામાં આવ્યા હતાં અને વેદોકત વિધીથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. 



આ કાર્યક્રમમાં આર્યસમાજ દ્વારા વિધી કરી ત્યારે ડીન ડો.નંદીની દેસાઇ એટોનોમી વિભાગના વડા ડો.દિલીપ ગોહીલ, પ્રોફેસર મીતલ પટેલ ઉપરાંત તબીબો કાર્તિક સ્વાદીયા, મીના પટેલ, ધરતી કુબાવત, કૌશલ ઝવેરી, જતીન ચુડાસમા, જીગ્નેશ વડગામા, બાલકૃષ્ણકુમાર, નારૂ દામોર, વિજય કણજારીયા, અંકીત, મોનીકા, ધવલ તલસાણીયા, આર્યસમાજના મંત્રી ધવલભાઇ બરછા, સ્મશાનના મંત્રી દર્શન ઠકકર, ખજાનચી અમર ગોંદીયા, જગદીશભાઇ મકવાણા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application