BREAKING NEWS

ભગવતીપરા વિસ્તારમાં રહેતો શખસ ત્રીજી વખત સગીરાને ભગાડી ગયો

  • November 08, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતો અગાઉ બે વાર સગીરાને ઉઠાવી જઈ ગોંધી રાખી શારીરિક અડપલાં કર્યાના ગુનામાં જેલ હવાલે થયાં બાદ જેલમુક્ત થતાંની સાથે જ ફરીવાર સગીરાને ઉઠાવી જતાં બી ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના પિતાની ફરિયાદ પરથી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.


શહેરમાં રહેતા પરીવારની ૧૭ વર્ષની દીકરીને તેના વિસ્તારમાં અગાઉ ભાડના રૂમમાં રહેતો રોહીત ઉર્ફે રોહન મહેશભાઈ લોલાડીયા નામનો શખસ અપહરણ કરી નાસી ગયો હોય સગીરાના પરીવારે શોધખોળ કરી હતી. પરંતુ સગીરા નહીં મળતા રોહીતના ઘેર તપાસ કરતા રોહીત પણ ઘેર ન હોવાનુ બહાર આવ્યુ હતુ. ૧૦ દિવસ બાદ સગીરાને કુવાડવા રોડ પર ઓરડીએ ગોંધી રાખી હોવાની જાણ થતા સગીરાના પિતા સહીતનાએ પહોંચી રોહીતને સમજાવતા તેને હજી તમારી પુત્રીનો પીછો કરીશ અને ભગાડી જઈશ કહેતા સગીરાને છોડાવી ઘેર લાવી પોલીસમાં ફરીયાદ કરી હતી.


પોલીસની તપાસમાં આરોપી અગાઉ પણ બે વખત સગીરાનું અપહરણ કરી શારિરીક અડપલા કર્યા હતા. આ અંગે સગીરાના પિતાની ફરીયાદ પરથી બી ડીવીઝન પોલીસે અગાઉ બે વખત પોકસો સહીતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન જેલમાંથી બહાર આવેલા રોહિત વધુ એક વખત અપહરણ કરી શારિરીક અડપલા કર્યા હતાં. પોલીસે ત્રીજી વખત રોહિત સામે પોકસો સહીતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application