નેપાળ ચીનના ચોતરફા ભરડાથી કંટાળી ગયું છે. આથી જ ડ્રેગન દ્વારા બનાવવામાં આવેલ એરપોર્ટ ભારતને સોંપવા માટેની હિલચાલ શરુ કરી છે. જે માટે અદાણીની કંપની સાથે ગુપ્ત વાતચીત ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી નેપાળના નાણામંત્રીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે નેપાળના એરપોર્ટ અને એનજીર્ સેક્ટરમાં રોકાણ કરવા માટે રસ દશર્વ્યિો હતો. હવે માહિતી સામે આવી છે કે નેપાળના અધિકારીઓ અને અદાણી એન્ટરપ્રાઈઝ વચ્ચે વાતચીત ચાલી રહી છે.જો કે હજુ અદાણી ગ્રુપ તરફથી આ બાબતે સંમતી અપાઈ નથી.
જો બધું સમુસુતરું પાર પડ્યું તો આગામી સમયમાં ભારતીય કંપની નેપાળના ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન મેળવી શકે છે. નેપાળના અધિકારીઓ એરપોર્ટના સંચાલન માટે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. એક અહેવાલમાં નેપાળી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપ્ની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ નેપાળની એજન્સીના આમંત્રણ પર કાઠમંડુમાં સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ સાથે પ્રારંભિક સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકો જાન્યુઆરીથી થઈ રહી છે, જ્યારે ભારતમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ભારતીય ઉદ્યોગપતિ અને જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી નેપાળના નાણામંત્રી રામ શરણ મહત સાથે મળ્યા હતા. આ સમય દરમિયાન અદાણીએ નેપાળના એરપોર્ટ અને એનજીર્ સેક્ટરમાં રોકાણ કરવા માટે રસ દશર્વ્યિો હતો. અહેવાલમાં જણાવાયું છે કે નેપાળી સત્તાવાળાઓએ ભારતીય કંપ્નીને એરપોર્ટ કામગીરીનું સંચાલન કરવા માટે બિડમાં ભાગ લેવાની ઓફર કરી છે.જો કે અદાણી એન્ટરપ્રાઇઝે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
પોખરા એરપોર્ટએ ચીનનું મહત્વનું રોકાણ છે
નેપાળે જે ત્રણ એરપોર્ટને ત્રીજી કંપ્નીને આઉટસોર્સ કરવાનું નક્કી કર્યું છે તેમાં પોખરા અને ગૌતમ બુદ્ધ એરપોર્ટનો સમાવેશ થાય છે, જેને ચીન દ્વારા ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું અને ચીનની કંપ્ની દ્વારા બનાવવામાં આવ્યું હતું, આ એરપોર્ટ માટે આપવામાં આવેલી લોનની વસૂલાતમાં ચીનની બેંકો પર લૂંટનો આરોપ છે. એવો આરોપ છે કે ચીને પહેલાથી જ નક્કી કરેલા દરો બાદમાં બદલ્યા છે. આ સિવાય અન્ય બે ગૌતમ બુદ્ધ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech