ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામની પરણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે અંગે તેણીના પતિ સામે આપઘાતની ફરજ પાડવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. પતિ ચારિત્ર્ય બાબતે શંકા કરી ઝઘડો કરી ત્રાસ આપતો હોવાથી નવોઢાએ જીવનનો અંત આણી દીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતી પૂજાબેન ધવલ મકવાણા નામની પરણીતાએ ગત તા. 20/8 ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જસદણ તાલુકાના જસાપર ગામે રહેતા પરિણીતાના પિતા ખોડાભાઈ પ્રેમજીભાઈ દાફડાએ પુત્રી પૂજાના આપઘાત અંગે જમાઇ ધવલ રમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, પૂજાબેનના સાત માસ પૂર્વે ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામના ધવલ રમેશ મકવાણા સાથે લગ્ન થયા હતા બે ત્રણ મહિના ઘર સંસાર સારી રીતે ચાલે બાદ સાસરીયા પતિ ધવલ પોતાની ઉપર ખોટી શંકાઓ કરી ઝઘડા કરી માથાકૂટ કરતો હોવાનું પિયરમાં જણાવ્યું હતું પરંતુ માવતર દ્વારા સમજાવી ધીરે ધીરે સારૂ થઈ જશે તેમ કહી પુત્રીને સાસરીયામાં મોકલી હતી તેમ છતાં પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા પિતા ખોડાભાઈ દ્વારા વેવાઇ રમેશભાઈ ને આ અંગે કહેતા તેઓએ જમાઈ ધવલને ફરી વખત ઝઘડા નહીં કરવાનું સમજાવ્યા છતા ધવલ દ્વારા પત્ની દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખતા પરણીતાએ ગાળા ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજા સહિતના સ્ટાફે ધવલ રમેશ મકવાણાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application