રાજકોટ શહેર સામ સામે ફાયરીંગ પ્રકરણમાં પેંડા ગેંગ અને મુરઘા ગેંગના અન્ય ભાગતા પડતા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે ડીસીપી ક્રાઈમની સૂચનાઅને એસીપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ એસઓજી બ્રાન્ચના પીઆઇની રાહબરીમાં મંગળા રોડ પર ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધારને મધ્યપ્રદેશમાં દરોડો પાડી ઝડપી લીધા બાદ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો લઈ ટીમ સાંજ સુધીમાં રાજકોટ પહોંચી જશે.
ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોને કામે લગાડ્યા હતા
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમે ફાયરિંગ પ્રકરણમાં ભાગતા ફરતા પેંડા ગેંગ તેમજ મુરઘા ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમોને દોડતી કરી છે. ત્યારે પેરોલ ફર્લો સ્કોવડની ટીમે ગઈકાલે પેંડાગેંગના સાગરીત નાગજી ઉર્ફે નાગદાન ગઢવીને જલારામ ચોક ભક્તિનગર સર્કલ નજીકથી ઝડપી લીધા બાદ અન્ય આરોપીઓની એસઓજી ટીમ દ્વારા ઝડપી લેવા ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારોને કામે લગાડ્યા હતા.
ટીમ એમપીથી આરોપીને લઈ રવાના થઇ ગઈ
દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજી પીઆઇ એસ એમ જાડેજાએ પીએસઆઇ વીકે ઝાલા અને ટીમ ને મધ્યપ્રદેશ ખાતે દોડાવી હતી જ્યાં પેંડાગેંગને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર એવા વોન્ટેડ રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ ઉંમર વર્ષ ૩૨ રહે ઇસુરી ગામ જિલ્લો ભીંડ એમપી, વાળા આરોપીને દરોડો પાડી ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કોર્ટમાંથી કબજો મેળવી એસઓજી પીએસઆઇ વીકે ઝાલા અને ટીમ એમપીથી આરોપીને લઈ રવાના થઇ ગઈ છે અને સાંજ સુધીમાં રાજકોટ પહોંચી જશે તેવું જાણવા મળ્યું છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ સંજયસિંહ એમ જાડેજા, પીએસઆઇ વી કે ઝાલા, સહિતની ટીમ જોડાઈ હતી.
એમપીના હથિયાર સોદાગર રાજૂસિંગ સામે એક ડઝન ગુના
ફાયરિંગ પ્રકરણમાં એમપીથી ઝડપાયેલા હથિયાર સપ્લાયર રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત ઉંમર વર્ષ (32) ખેતી કામ સાથે હથિયાર લે વેચ કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું. તેમજ એસઓજીએ તેને સ્થાનિક પોલીસને સાથે રાખી તેના આશ્રયસ્થાનેથી ઊંઘતો ઝડપી પાડ્યો હતો.
પેંડાગેંગના સાગરીતો ઓગસ્ટ માસમાં હથિયાર લેવા એમપી ગયા હતા
એમપી થી ઝડપાયેલા રાજેશ ઉર્ફે રાજુ સામે ૨૦૧૮ થી ૨૦૨૫ સુધીમાં હથીયારના ૧૨ ગુના,જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અને રાજકોટમાં અને મધ્યપ્રદેશમાં મારામારી સહિતના ત્રણ ગુના હોવાનું તેમજ મેટિયા ઝાલા, મોન્ટુ રોજાસરાને હથીયાર સપ્લાય કરનાર પેંડાગેંગના શખ્સો ઓગસ્ટ માસમાં હથીયાર લેવા ગયા હતા,આરોપી મોન્ટુ ઝાલાને રાજકોટ જેલમાં મળ્યો હતો.
મુરઘા ગેંગનો વધુ એક સાગરિત જંગલેશ્વર માંથી ઝડપાયો
રાજકોટ શહેર એસઓજી પીઆઈ જાડેજાની સૂચનાથી ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલા મુરઘા ગેંગના વોન્ટેડ એવા આરોપી સલમાન નિઝામભાઈ દલ ઉંમર વર્ષ 21 વાળાને ગઈકાલે મળેલ બાતમીના આધારે જંગલેશ્વર શેરી નંબર 4 માંથી ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.