BREAKING NEWS

ઉપલા કાંઠા માટે ધારાસભ્ય ઉદય કાનગડે રજૂ કરેલા મહતમ સૂચનનો બજેટમાં સમાવેશ, બેડી ચોકડીએ બ્રિજ બનાવવા આયોજન કરવા જોગવાઈ

  • February 04, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે કમિશ્નરે રજૂ કરેલા મનપાના બજેટમાં રાજકોટ-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડે રજૂ કરેલા મોટા ભાગના સૂચનો સામેલ કરવામાં આવ્યા છે. જેમાં બેડી ચોકડીએ નવા બ્રીજના આયોજનનો પણ સમાવેશ થાય છે.

૨૦૨૫-૨૬ના બજેટમાં મુકાયેલ પરંતુ અમલમાં ન આવેલા વિકાસ કામોને ૨૦૨૬-૨૭ના બજેટમાં ફરી સામેલ કરવા અને બેડી ચોકડીએ નવો બ્રીજ, આજી નદી પર નવા બ્રીજ સહિતની રજુઆત કરી હતી. પોપટપરાના નાલા પાસે વોટર-વે ની લાઈન, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, બેડી મોરબી રોડ પર બ્રીજ ખોડલધામ પાસે, શેફોન વીલા વચ્ચે બ્રીજ, કુવાડવા રોડથી જુના મોરબી રોડ વચ્ચે ખુલ્લા વોકળાની બન્ને બાજુ આર.સી.સી. કમ્પાઉન્ડ વોલ, નેશનલ હાઈવે તિરૂપતી પાર્કથી અમરનાથ સ્મશાનને જોડતો ૬૦ ફૂટ રોડ પર ડિવાઈડર, વોર્ડ નં.૪ના જુદા જુદા વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન અને અપગ્રેડેશન, નવા ડામર રોડ, બજરંગ-સીતારામ પાર્કની ફાટક પાસેથી રેલ્વે ટ્રેક સહિતના વિસ્તારમાં ડામર રોડ, વોર્ડ નં.૧૮માં જુદી જુદી સુવિધા, વોર્ડ નં.પમાં પેવર કામ ગ્રીનલેન્ડ ચોકડીએ પ્રવેશદ્વાર, રાજલક્ષ્મી મેઈન રોડ પર બ્રીજ, દેવપરા વિસ્તારથી ૮૦ ફૂટ રોડ પર આજી નદી પર બ્રીજ બનાવી જી.આઈ.ડી.સી.ના રોડ સાથે જોડવા, કોઠારીયા નદીની પૂર્વે કેસરીનંદન પાસેના જુના કોઝ વે નું નવીનીકરણ, વોર્ડ-૧૫માં ફાયર સ્ટેશન, કોઠારીયા નદીની પૂર્વ કેસરીનંદન પાસેના જુના કોઝ-વેના કામો આ વર્ષના બજેટમાં પણ સામેલ કરવા પત્ર લખ્યો હતો. જેમાંથી મહતમ સૂચનો સામેલ કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application