નીટમાં સાત હજાર વિધાર્થીઓ ઓછા પાસ થતાં મેડિકલમાં મેરિટ લિસ્ટ નીચું જશે

  • June 16, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજયમાં ગતવર્ષ કરતાં અંદાજે ૭ હજાર વિધાર્થીઓ ઓછા પાસ થયા છે. આ સ્થિતિમાં માત્ર મેડિકલ નહી પરંતુ ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ મેરિટ નીચુ જશે. પ્રવેશ સમિતિ દ્રારા આગામી જુલાઇના પહેલા સાહમાં પ્રવેશ કાર્યવાહી શ કરવાની તૈયારી કરવામાં આવી છે.
રાજયમાં ગત વર્ષે ૫૭૨૩૨ વિધાર્થીઓ કવોલીફાઇ થયા હતા. જેના સામે ૫૦૦૪૦ ચાલુવર્ષે વિધાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત ગત વર્ષે ૭૨૦માંથી ૭૨૦ માર્કસ મેળવનારા વિધાર્થીઓ ની સંખ્યા ૧૬ હતી. જેની સામે ચાલુવર્ષે એકપણ વિધાર્થીને ૭૨૦ માર્કસ આવ્યા નથી.
મેડિકલની સૂત્રો કહે છે કે, ગતવર્ષે બી.જે.મેડિકલ કોલેજમાં છેલ્લ ો પ્રવેશ ૬૯૯ માર્કસ સાથે થયો હતો. આ વર્ષે ઓલ ઇન્ડિયામાં પ્રથમ આવાનારા વિધાર્થીને પણ આટલા માર્કસ આવ્યા નથી. આ સ્થિતિમાં મેરિટમાં ભારે ઘટાડો થશે તે નક્કી છે. બી.જે.મેડિકલ સિવાયની બાકીની મેડિકલ કોલેજોમાં તેના કરતાં પણ મેરિટ નીચુ જશે. એટલું જ નહી પણ પેરા મેડિકલના કોઇને કોઇ કોર્સમાં પ્રવેશ મળી જશે તે નક્કી છે.
પ્રવેશ સમિતિના સભ્યો કહે છે કે જૂનના ડેન્ટલ, આયુર્વેદ અને અતં સુધીમાં તમામ વિધાર્થીઓના ડેટા હોમિયોપેથીમાં પણ આવ્યા બાદ જુલાઇના પ્રથમ સાહ મેરિટમાં ૫૦ માર્કસનો સુધીમાં મેડિકલ પ્રવેશ માટેનો કાર્યક્રમ તફાવત આવશે તે જાહેર કરવામાં આવશે.ચાલુવર્ષે નક્કી છે. નીટમાં ઓછા માર્કસ મેળવનારા હાલમાં મેડિકલ વિધાર્થીઓ પૈકી મેડિકલ ઉપરાંત સહિતની નીટ આધારિત કોર્સમાં ૧૬૨૪૬ બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે પેરા મેડિકલમાં ૫૦ હજારથી વધારે બેઠકો ઉપલબ્ધ છે. આમ, મેડિકલ અને પેરા મેડિકલના બન્ને કોર્સની બેઠકો ગણવામાં આવે તો ૭૦ હજારથી વધારે બેઠકો થાય તેમ છે. આ સ્થિતિમાં નીટમાં કવોલીફાઇ થનારા તમામ વિધાર્થીઓને નીટ આધારિત કોર્સમાં પ્રવેશ ન મળે તો ડેન્ટલ, આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ માટે પણ પ્રયાસ કરી શકશે. હાલની સ્થિતિમાં મેડિકલમાં ૬૯૫૮ બેઠકો, ડેન્ટલમાં ૧૨૫૫, આયુર્વેદમાં ૩૪૭૩ ને હોમિયોપેથીમાં ૪૫૬૦ મળીને ૧૬૨૪૬ બેઠકો છે. આગામી દિવસોમાં મેડિકલમાં હજુ ત્રણ કોલેજોને મંજુરી મળે તેવી શકયતાં હોવાથી ૩૦૦ બેઠકોનો વધારો થાય તેમ છે. આવી જ રીતે આયુર્વેદ હોમિયોપેથીમાં પણ બેઠકોનો વધારો થાય તેમ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application